Baroda
વડોદરા પાસે દેવનદીમાં મગરે કરેલા હુમલામાં લાપતા થયેલા આધેડનો બીજા દિવસે પણ પતો નાલાગ્યો
By GS Team
21 Oct 20261 min read
વડોદરા પાસે દેવનદીમાં મગરે હુમલો કરતાં એક આધેડ લાપતા બન્યા છે. ડભોઇના કડાધરા ગામે 2 દિવસ પહેલાં નદીમાં નાહવા પડેલા આધેડને મગર ખેંચી ગયો હોવાની આશંકા છે. આજે બીજા દિવસે પણ વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ ટીમો દ્વારા નદીમાં શોધખોળ કરાઈ, પરંતુ આધેડનો કોઈ પત્તો લાગ્યો નથી.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાસે દેવનદીમાં મગરે હુમલો કર્યો હોવાની વિગતોને પગલે આજે બીજા દિવસે પણ આધેડની શોધખોળ કરવામાં આવી હતી.
ડભોઇ તાલુકાના કડાધરા ગામેથી પસાર થતી દેવ નદીમાં બે દિવસ પહેલાં ગામના એક આધેડ નાહવા પડયા બાદ લાપતા થતાં મગર ખેંચી ગયો હોવાની આશંકા સેવાઇ રહી છે.
આજે બીજા દિવસે પણ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધખોળ કરવામાં આવી હતી,પરંતુ આધેડનો કોઇ પત્તો લાગ્યો નથી. આજે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો પણ તપાસમાં સામેલ થઇ છે.