Baroda

માર્ગ પર ખાડો ખોદી બેરીકેડ મૂકવાનું કોર્પોરેશન ભૂલી ગયું !

By GS Team
17 Oct 20261 min read
TukuTouch Logo
મકરપુરામાં શ્રી સ્વામી વિવેકાનંદ શાળા અને ESI હોસ્પિટલ નજીક મુખ્ય માર્ગ પર મ્યુનિ. કોર્પોરેશને 10 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો છે. સુરક્ષા બેરીકેડના અભાવે અકસ્માતનો ભય વધ્યો છે. બાળકો અને રાહદારીઓની સલામતી માટે, શાળાના પ્રિન્સિપાલ અને વાલીઓએ ખાડા પર લોખંડના પીંજરાં મૂક્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા પગલાં ભરવા માંગ કરાઈ છે, જેથી કોઈ દુર્ઘટના ન બને.

Summarized by AI; it may make mistakes. Check important info

માર્ગ પર ખાડો ખોદી બેરીકેડ મૂકવાનું કોર્પોરેશન ભૂલી ગયું !

મકરપુરામાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ શાળા નજીક અને ઈએસઆઈ હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગ પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૦ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. જોકે ખાડો ખોદ્યા બાદ તેની આસપાસ સુરક્ષા માટે બેરીકેડ કે આડશની વ્યવસ્થા કરવામાં નહીં આવતાં અકસ્માતનો ભય ઊભો થયો છે.

મુખ્ય માર્ગ પર જ ઊંડો ખાડો હોઈ બાળકો કે રાહદારીઓ ખાડામાં ખાબકે તેવી શક્યતા હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાના પ્રિન્સિપાલ અને વાલીઓએ જાતે જ વૃક્ષ વાવવા માટે ઉપયોગમાં લેવાતાં લોખંડનાં પીંજરાં ખાડા પર આડશ તરીકે મૂક્યાં છે.

શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે કોર્પોરેશનના કર્મચારીઓ ખાડો ખોદીને જતા રહ્યા છે, પરંતુ તેની આસપાસ સુરક્ષા માટે ફેન્સિંગ કરાયું નથી. આ માર્ગ પર શાળાનાં બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્રએ સુરક્ષાનાં પૂરતાં પગલાં ભરવાં જોઈએ.

એક વાલીએ કહ્યું કે બાળકો શાળાએ આવવા-જવા દરમિયાન ખાડામાં પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે. કોર્પોરેશને તકેદારી રાખવી જોઈએ.