Baroda

ડ્રેનેજ પ્રેશર લાઇનના રિપેરિંગ માટે 27 ટકા વધુ ભાવનું ટેન્ડર : રૂ.30 લાખ ખર્ચ કર્યા બાદ વધુ રૂ.15 લાખ ખર્ચ

By GS Team
15 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ પ્રેશર લાઇનના રિપેરિંગ-જાળવણી માટે ભાવેશ આર. પંડ્યાને અપાયેલા ₹30 લાખના વાર્ષિક ઇજારામાં ₹15 લાખનો વધારો સૂચવાયો છે. 2027માં પૂરા થતા ઇજારામાં અત્યાર સુધીમાં ₹27.50 લાખના કામો થયા છે. ખર્ચના આયોજન સામે સવાલો ઉઠતા, સ્થાયી સમિતિ સમક્ષ આ દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રેનેજ પ્રેશર લાઇનના રિપેરિંગ માટે 27 ટકા વધુ ભાવનું ટેન્ડર : રૂ.30 લાખ ખર્ચ કર્યા બાદ વધુ રૂ.15 લાખ ખર્ચ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજ પ્રેશર લાઇનના રિપેરિંગ અને જાળવણીની કામગીરી માટે અપાયેલા વાર્ષિક ઇજારાની નાણાકીય મર્યાદામાં વધુ રૂ.15 લાખનો વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. રૂ.30 લાખની મર્યાદામાં અપાયેલા ઇજારામાંથી અત્યાર સુધીમાં રૂ.27.50 લાખનાં કામ થઈ ચૂક્યાં છે. ત્યારે ઇજારો પૂરો થવા પહેલાં જ વધારાની રકમની જરૂર ઊભી થતાં ખર્ચના આયોજન અંગે સવાલો ઊભા થયા છે.
કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26માં ડ્રેનેજ પ્રેશર લાઇનના રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે રૂ.30 લાખની નાણાકીય મર્યાદામાં કામગીરી કરવાનો વાર્ષિક ઇજારો ભાવેશ આર.પંડ્યાને આપવામાં આવ્યો હતો. ઇજારો આપતી વખતે કોન્ટ્રાક્ટરે અંદાજિત રકમ કરતાં 27 ટકા ઊંચા ભાવ રજૂ કર્યા હતા. આ ઇજારો 17 ફેબ્રુઆરી, 2027ના રોજ પૂર્ણ થવાનો છે.
હાલમાં રૂ.30 લાખની મર્યાદા સામે રૂ.27.50 લાખ જેટલી રકમનાં કામ થઈ ચૂક્યાં છે. હવે કામગીરી ચાલુ રાખવા માટે નાણાકીય મર્યાદામાં વધુ રૂ.15 લાખનો વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ દરખાસ્તને સ્થાયી સમિતિની મંજૂરી મળ્યા બાદ ઇજારાની નાણાકીય મર્યાદા વધશે.