Baroda

સિનિયર મહિલા ટી-20 ટ્રોફીનો પ્રારંભ, બરોડાની ટીમની કમાન રાધા યાદવના હાથમાં

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા: BCCI દ્વારા આયોજિત સિનિયર મહિલા ટી-20 ટ્રોફી 2026નો આજથી પ્રારંભ થયો છે. 20 નવેમ્બર સુધી ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશની 37 ટીમો ભાગ લેશે. બરોડાની ટીમને એલિટ ગ્રૂપ-બીમાં સ્થાન મળ્યું છે, જેની કમાન વડોદરાની રાધા યાદવને સોંપાઈ છે. કુલ 134 મેચો રમાશે, જેમાં સુપર લીગ અને ફાઇનલ અમદાવાદમાં થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિનિયર મહિલા ટી-20 ટ્રોફીનો પ્રારંભ, બરોડાની ટીમની કમાન રાધા યાદવના હાથમાં

Vadodara : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત સિનિયર મહિલા ટી-20 ટ્રોફી 2026નો આજથી, 26 ઓક્ટોબરથી પ્રારંભ થયો છે. 20 નવેમ્બર સુધી ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશની 37 ટીમો ભાગ લઈ રહી છે અને કુલ 134 મેચ રમાશે. આ સ્પર્ધાની 18મી આવૃત્તિમાં બરોડાની ટીમ એલિટ ગ્રૂપ-બીમાં સ્થાન ધરાવે છે. આ ગ્રૂપ માટે જાહેર કરાયેલી ટીમની કમાન વડોદરાની રાધા યાદવને સોંપવામાં આવી છે.
અગાઉ સિનિયર મહિલા ટી-20 લીગ તરીકે ઓળખાતી આ સ્પર્ધામાં બરોડાની ટીમ સામે ગ્રૂપ કક્ષાએ સારો દેખાવ કરીને આગળના તબક્કામાં સ્થાન મેળવવાનો પડકાર રહેશે. એલિટ ગ્રૂપ-બીમાં બરોડા ઉપરાંત હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશાની ટીમોનો સમાવેશ થાય છે. રાધા યાદવની આગેવાની હેઠળ બરોડાની ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે.
બરોડાની ટીમની લીગ મેચોમાં સૌરાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને હરિયાણા સામે ટક્કર થશે.
એલિટ વિભાગમાં ચાર ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. ગ્રૂપ કક્ષાની મેચો બાદ આગળના તબક્કામાં પહોંચનારી ટીમો વચ્ચે સુપર લીગ રમાશે.
લીગની મેચો બાદ 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી નોકઆઉટના મુકાબલા રમાશે. સુપર લીગની મેચો અને એલિટ ફાઇનલનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. સ્પર્ધાની ફાઇનલ 20 નવેમ્બરે રમાશે.
સ્પર્ધાના ઇતિહાસમાં રેલવે સૌથી સફળ ટીમ રહી છે, જેણે અત્યાર સુધી 11 વખત ખિતાબ જીત્યો છે. દિલ્હી, પંજાબ, મુંબઈ અને મહારાષ્ટ્રની ટીમો પણ ચેમ્પિયન બની ચૂકી છે. ગત સિઝનમાં મહારાષ્ટ્રે પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. હવે રાધા યાદવની આગેવાની હેઠળ બરોડાની ટીમ કેવો દેખાવ કરે છે તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.