ભાજપના પ્રદેશપ્રમુખની સભામાં હોબાળો કરનાર સરપંચને આમંત્રણ છતાં બસમાંથી ઉતારી વડાપ્રધાનના કાર્યક્રમમાં જતા અટકાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન માટે બે વર્ષ પહેલાં આવેલા તત્કાલીન પ્રદેશ પ્રમુખની ચાલુ સભામાં ઊભા થઇ ગામની સ્કૂલ વિશે રજૂઆત કરી હોબાળો મચાવનાર ખટંબાના સરપંચને આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં જતા રોકવામાં આવ્યા હતા.
વડોદરા પાસેના ખટંબા કામના સરપંચ કમલેશભાઇ વાળંદને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આમંત્રણ હતું અને પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.ખુદ તલાટીએ સરકારી બસની વ્યવસ્થા કરી હતી અને તલાટી પણ તેમની સાથે બસમાં હતા.
સરપંચની સાથે મહિલાઓ તેમજ અન્ય ગ્રામજનો મળી કુલ ૨૫ જેટલા લોકો કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા ત્યારે ડભોઇ રોડ પર કેલનપુર પાસે પોલીસે બસને આંતરી હતી.પોલીસે સરપંચને ડીટેઇન કરી અન્ય લોકોને જવા દીધા હતા.મોડીસાંજે વડાપ્રધાનનો કાર્યક્રમ સંપન્ન થયો ત્યાં સુધી સરપંચને પોલીસ ચોકીમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.




