Baroda

ગરબા રમવા જતી યુવતીઓની સુરક્ષા માટે ગ્રામ્ય પોલીસે એપ્લિકેશન તૈયાર કરી

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા ગ્રામ્ય પોલીસે નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે "નવરાત્રિ સુરક્ષા" એપ્લિકેશન લોન્ચ કરી છે. 84 મોટા ગરબા સ્થળોએ આ એપ્લિકેશન દ્વારા ખેલૈયાઓનું રજિસ્ટ્રેશન કરાશે. QR કોડ સ્કેન કરતા તેમનું લોકેશન પોલીસ કંટ્રોલ રૂમમાં ટ્રેક થશે. ઘર સુધી પહોંચતા જ એપ્લિકેશન ઇનએક્ટિવ થશે. ઇમરજન્સી સ્વીચ દબાવતા તાત્કાલિક પોલીસ મદદ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગરબા રમવા જતી   યુવતીઓની સુરક્ષા માટે ગ્રામ્ય પોલીસે એપ્લિકેશન તૈયાર કરી

વડોદરા ગ્રામ્યમાં આ વર્ષે મોટા ગરબા ૮૪ સ્થળે યોજાવાના છે.આ ગરબામાં આવતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે ગ્રામ્ય પોલીસ દ્વારા એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરાઇ છે. જેના કારણે ગરબાના સ્થળથી ઘર સુધી પહોંચે ત્યાં સુધી યુવતીઓનું લોકેશન કંટ્રોલ રૃમમાં જાણી શકાશે. આ રજિસ્ટ્રેશન માત્ર યુવતીઓ જ નહીં તમામ લોકો કરાવી શકશે.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ વર્ષે એક નવતર પ્રયોગ શરૃ કરાયો છે. આ માટે નવરાત્રિ સુરક્ષા એપ્લિકેશન લોન્ચ કરાઇ છે. જેમાં તમામ માટો ગરબાના આયોજકોને જોડવામાં આવ્યા છે.આ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન માટે ખેલૈયાનું નામ,સરનામુ, ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર અપલોડ કરવાના રહેશે. માત્ર એક જ વખત રજિસ્ટ્રેશન કરવાનું છે. ગરબામાં એન્ટ્રી સમયે ક્યૂ આર કોડ સ્કેન કરવાનો છે. ત્યારબાદ તે લોકેશન પોલીસ કંટ્રોલ રૃમ સાથે જોડાઇ જશે. રજિસ્ટ્રેશન કરનાર તમામ લોકો ગરબા પૂરા થયા પછી તેમના ઘર પાસે પહોંચશે ત્યારે એક કિલોમીટરના દાયરામાં આપોઆપ એપ્લિકેશન ઇન એક્ટિવ થઇ જશે. બીજા દિવસે ફરીથી એ જ પ્રોસેસ કરવાની રહેશે.
આ ઉપરાંત ફોન પર એક ઇમરજન્સી સ્વીચ પણ આપવામાં આવશે. સ્વીચ દબાવી રાખવાથી ઇમરજન્સી મદદનો મેસેજ કંટ્રોલ રૃમમાં જશે. ત્યારબાદ તે વ્યકિત સુધી તરત પોલીસ પહોંચી જશે. આ એપ્લિકેશનને જરૃરિયાત મુજબ અપડેટ પણ કરી શકાશે, તેવું જિલ્લા પોલીસે જણાવ્યું છે.