Baroda

કલાલીમાં રસ્તો બનાવવા રૃા.૯૯.૭૧ લાખ વધુ ચૂકવાશે

By GS Team
28 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના કલાલી વિસ્તારમાં 40 મીટર રિંગરોડથી અટલાદરા અર્બન હેલ્થ સેન્ટર સુધી 6.31 કરોડના ખર્ચે નવો રસ્તો બનશે. અંદાજિત રકમથી 18.75% વધુ ચૂકવાતા કોન્ટ્રાક્ટરને 99.71 લાખ વધુ મળશે. ડી.બી. પટેલે 250 દિવસમાં (ચોમાસા સિવાય) આ કામ પૂર્ણ કરવાની સંમતિ આપી છે. 30 ઓક્ટોબરે સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલાલીમાં રસ્તો બનાવવા રૃા.૯૯.૭૧ લાખ વધુ ચૂકવાશે

કલાલી વિસ્તારમાં રૃા.૬.૩૧ કરોડના ખર્ચે રસ્તો બનાવવા કોન્ટ્રાક્ટરને અંદાજિત રકમથી ૧૮.૭૫ ટકા વધુ ગણતા કુલ રૃા.૯૯.૭૧ લાખ વધુ ચૂકવાશે.

કલાલી વિસ્તારમાં કલાલી ૪૦ મીટર રિંગરોડથી પ્રમુખ સ્વામી કૂટિરથી ફિનિક્સ શાળા થઈ અટલાદરા અર્બન હેલ્થ સેન્ટર સુધી નવો રસ્તો બનાવવા ફેબુ્રઆરી,૨૦૨૬ દરમિયાન રૃા.૬,૯૯,૧૫,૭૦૦ના અંદાજને મંજૂરી મળી છે. રૃા.૫,૩૧,૮૨,૦૬૦ના અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા પ્રથમ પ્રયત્ને બે ઈજારદારોએ રસ દાખવ્યો હતો.

સૌથી ઓછા ભાવ ભરનાર ઈજારદાર ડી.બી. પટેલનું ભાવપત્રક અંદાજિત રકમથી ૨૧ ટકા વધુ મુજબ રૃા.૬,૪૩,૫૦,૨૯૨ સાથે રજૂ થયું હતું. ઈજારદારને ભાવ ઘટાડો કરવા જણાવતા ઈજારદારે ૧૮.૭૫ ટકા વધુ મુજબ રૃા.૬,૩૧,૫૩,૬૯૬(+જીએસટી અલગથી) ભાવથી કામગીરી કરવા સંમતિ દર્શાવી છે.

આ કામની સમય મર્યાદા ૨૫૦ દિવસ( ચોમાસાની ઋતુ સિવાય) રહેશે. ટેન્ડર ચકાસણી કમિટીએ ભાવપત્રને મંજૂરી માટે રજૂ કરવા ભલામણ કરી છે. આગામી ૩૦ ઓક્ટોબરે મળનારી સ્થાયીની બેઠકમાં આ અંગે નિર્ણય થશે.