Baroda

કોર્પોરેશનની ફરિયાદ નિવારણ વ્યવસ્થાની સામે સવાલોનો મારો

By GS Team
27 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોર્પોરેશનને 1.50 લાખ ફરિયાદો મળી છે, જેમાં ડ્રેનેજની 60,200 ફરિયાદો મોખરે છે. નાગરિકો પાણી, ગટર, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટલાઇટ જેવી સમસ્યાઓ માટે વારંવાર ફરિયાદ કરવા મજબૂર બન્યા છે. જૂની લાઈનો અને બારેમાસ ચાલતા ખોદકામને કારણે સમસ્યાઓ યથાવત રહે છે. જોકે, કોર્પોરેશન સંતોષનો સ્તર ઊંચો હોવાનો દાવો કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેશનની ફરિયાદ નિવારણ વ્યવસ્થાની  સામે સવાલોનો મારો

શહેરમાં નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફરિયાદ નોંધાવવાની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. નાગરિકો પાણી, ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટલાઇટ અને અન્ય પાયાની સુવિધાઓને લગતી ફરિયાદો નોંધાવી શકે છે. ફરિયાદ મળ્યા બાદ સંબંધિત વિભાગના કર્મચારીઓ સ્થળ પર જઈને કામગીરી પણ કરે છે. જોકે, અનેક કિસ્સાઓમાં થોડા દિવસો બાદ એ જ સ્થળે ફરી સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે આવે છે. પરિણામે નાગરિકો વારંવાર ફરિયાદ કરવા મજબૂર બને છે.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નાગરિકો તરફથી ૧.૫૦ લાખ ફરિયાદો મળી છે. દર મહિને સરેરાશ ૧૪,૫૦૦થી ૧૫,૦૦૦ ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં સૌથી વધુ ૬૦,૨૦૦ ફરિયાદો ડ્રેનેજ સંબંધિત છે, જ્યારે કચરો અને સફાઈ અંગે ૧૪ હજાર, સ્ટ્રીટલાઇટ અંગે ૧૨,૫૦૦, પાણી અંગે ૧૧,૭૦૦ અને રસ્તા અંગે ૧૧,૬૦૦ ફરિયાદો મળી છે.

નાગરિકોના મતે, પાણીની ટાંકીઓની આસપાસ  બારેમાસ ખોદકામ ચાલે છે. અનેક વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની આંતરિક લાઇનોનું નેટવર્ક વર્ષો જૂનું હોવા છતાં તેને બદલવા કે સુધારવા માટે આડશ દાખવે છે. વોર્ડ નંબર ૧૪માં રાજપુરા પોળ, મોગલવાડા, ખત્રીપોળ સહિતના વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની ફરિયાદો કાયમી રહે છે. વોર્ડ નંબર૧૨માં અટલાદરા , કલાલી,  બિલના આંતરિક માર્ગો ખખડધજ હોવાથી નાગરિકો હેરાન છે. બિલ કેનાલ રોડ પર તો ડ્રેનેજ ઊભરાવવાના કારણે એક તરફનો માર્ગ બંધ છે. આ પરિસ્થિતિ વિવિધ વિસ્તારોમાં હોઈ નાગરિકોને વારંવાર ફરિયાદ કરવાની ફરજ પડે છે.

કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે ફરિયાદોનો નિકાલ કર્યા બાદ નાગરિકોને ફોન કરીને કામગીરી અંગે પ્રતિસાદ મેળવવામાં આવે છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ સીધો નાગરિકોનો સંપર્ક કરીને ફરિયાદના નિકાલ અંગે પૂછપરછ કરાય  છે. બીજી તરફ, મ્યુનિ. કમિશ્નર અને ડે. મ્યુનિ. કમિશ્નર દ્વારા સાપ્તાહિક બેઠકોમાં ફરિયાદોના નિકાલની સમીક્ષા કરવામાં આવે છે. હાલ ફરિયાદોના નિકાલ અંગે નાગરિકોનો સંતોષનો સ્તર ઊંચો છે એમ જણાવાયું છે.