વડોદરામાં ડેરીડેન સર્કલ અને વડાપ્રધાનના રૂટ પરના દબાણો દૂર કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની તૈયારીઓના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વાર પ્રતિમાની આસપાસથી લારી-ગલ્લાનાં દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરીને એક ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (31 ઓક્ટોબર) એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા છે. એકતાનગરના સત્તાવાર કાર્યક્રમો પૂર્ણ થયા બાદ રાત્રે 8 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે 9:10 વાગ્યે દિલ્હી પરત જશે. વડાપ્રધાનના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને કપુરાઈ ચોકડીથી વડોદરા એરપોર્ટ સુધીના માર્ગ પર આવતાં હંગામી દબાણો પણ દબાણ શાખાની ટીમે દૂર કર્યા છે.




