Baroda

કારમાં દારૃની હેરાફેરીની માહિતી મળતાં પોલીસ દોડતી થઇ,પાર્કિંગમાંથી મળેલી કારમાંથી બીયરનો જથ્થો મળ્યો

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના તાંદળજા વિસ્તારમાં દારૂની હેરાફેરી બેફામ ચાલી રહી છે. શ્રીમ ગેલેક્સી પાસે શશી ટાવરના પાર્કિંગમાંથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. કારની તલાશી લેતા 48 બોટલ બિયર મળી આવ્યું, જેની કિંમત 6500 રૂપિયા હતી. પોલીસે કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારમાં દારૃની હેરાફેરીની માહિતી મળતાં પોલીસ દોડતી થઇ,પાર્કિંગમાંથી મળેલી કારમાંથી બીયરનો જથ્થો મળ્યો

વડોદરામાં દારૃની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા વારંવાર ઝુંબેશ ઉપાડવામાં આવતી હોય છે અને બૂટલેગર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે.આમ છતાં દારૃની હેરાફેરી બિન્ધાસ્ત ચાલી રહી છે.
તાંદળજા વિસ્તારમાં એક કારમાં દારૃનો જથ્થો હોવાની વિગતો મળતાં પોલીસે શ્રીમ ગેલેક્સી વિસ્તારમાં તપાસ કરી હતી.આ દરમિયાન નજીકના શશી ટાવરના પાર્કિંગમાંથી કાર મળી આવી હતી.ચાવી વાળા પાસેથી કારનો દરવાજો ખોલાવી તપાસ કરતાં બીયરની રૃ.૬૫૦૦ની કિંમતની ૪૮ બોટલ મળી આવી હતી.જેથી કારના નંબરના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.