Baroda

આજવા રોડના કોમ્પ્લેક્સની લોબીનો ભાગ ધરાશાયી થતાં 5 દુકાનોને નુકસાન, દુર્ઘટના થતા રહી ગઈ

By GS Team
28 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરાના આજવા રોડ પર કમલા નગર પાસે આવેલા વલ્લભ દર્શન ફ્લેટ્સની જર્જરિત લોબીનો ભાગ રાત્રે 8 વાગ્યાના સુમારે અચાનક તૂટી પડ્યો હતો. નીચે આવેલી 5 દુકાનોના શેડ પર કાટમાળ પડતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ એક દુકાનનો શેડ તૂટતાં એક ગ્રાહકને સામાન્ય ઈજા થઈ હતી. દુકાનદારોની રજૂઆતો છતાં પગલાં લેવાયા નહોતા.

Summarized by AI; it may make mistakes. Check important info

આજવા રોડના કોમ્પ્લેક્સની લોબીનો ભાગ ધરાશાયી થતાં 5 દુકાનોને નુકસાન, દુર્ઘટના થતા રહી ગઈ

Vadodara Balcony Collapse : વડોદરાના આજવા રોડ વિસ્તારમાં ગઈ રાત્રે એક કોમ્પ્લેક્સનો લોબીનો ભાગ તૂટી પડતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
આજવા રોડ પર કમલા નગર નજીક આવેલા વલ્લભ દર્શન ફ્લેટ્સની નીચેના ભાગે દુકાનો આવેલી છે અને ઉપરના માળની લોબીનો ભાગ જર્જરીત થઈ ગયો હોવાથી દુકાનદારોએ રજૂઆત પણ કરી હતી. આમ છતાં કોઈ પગલાં લેવાયા ન હતા.
પરિણામે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં લોબીનો ભાગ તૂટી પડતાં નીચે પાંચેક દુકાનોના શેડ ઉપર કાટમાળ પડ્યો હતો. અવાજ સાંભળીને લોકોમાં નાસભાગ મચી હતી. આ પૈકી એક દુકાનનો શેડ તૂટી જતા એક ગ્રાહકને ઈજા થઈ હતી. સારાનસીબે આ બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ નથી.