વડોદરાના હાથીખાનાના યુવકનું મોત : સયાજી હોસ્પિટલમાંથી મૃતદેહ લઈને સગા જતા રહ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં પટેલફળિયામાં રહેતા 24 વર્ષીય શકીલ સમીરભાઈનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે.
ગઈકાલે બપોરના સમયે શકીલ પોતાના ઘરે સૂઈ ગયો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી તે જાગ્યો ન હતો, જેથી પરિવારજનો તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
સયાજી હોસ્પિટલમાં તબીબોએ સાંજના છ વાગ્યાના અરસામાં શકીલને મૃત જાહેર કર્યો હતો. જોકે, ત્યારબાદ મૃતકના સગાઓ મૃતદેહ લઈને હોસ્પિટલમાંથી જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે યુવકના મોતને લઈને અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે.
ઘટનાની જાણ રાવપુરા પોલીસે કુંભારવાડા પોલીસને કરી છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને તેનું ચોક્કસ કારણ શું છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.




