Baroda

ચેસના નેશનલ બ્લાઇન્ડ ખેલાડીની પ્રેક્ટિસ માટેના લેપટોપની ઉઠાંતરી

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરાના બરાનપુરામાં બ્લાઈન્ડ ચેસ ખેલાડી અનિકેત પટણીના ઘરે ચોરી થઈ છે. રાત્રે દરવાજો ખુલ્લો રહી જતાં ગઠિયો લેપટોપ, મોબાઈલ અને રોકડ મળી કુલ 61200 રૂપિયાની મતા લઈ ફરાર થયો હતો. અનિકેત રાત્રે 10 મિનિટ માટે ઊંઘી ગયો ત્યારે જ આ ઘટના બની હતી. વાડી પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેસના નેશનલ બ્લાઇન્ડ ખેલાડીની પ્રેક્ટિસ માટેના લેપટોપની ઉઠાંતરી

શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા તેમજ નેશનલ અને સ્ટેટમાં બ્લાઇન્ડ ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ પદકો મેળવેલ યુવાનનું ચેસની પ્રેક્ટિસ માટેનું લેપટોપ, મોબાઇલ તેમજ રોકડ કોઇ ગઠિયો ગણતરીની મિનિટોમાં રાત્રે ઉઠાવી ગયો હતો.
ચોપદાર ફળિયામાં ન્યુ શિવાજી બેન્કની પાછળ રહેતા વૈશાલીબેન ચન્દ્રકાંતભાઇ પટણીએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરું છું તેમજ મારા પતિ રિક્ષા ચલાવે છે. મારો ૨૪ વર્ષનો પુત્ર બંને આંખે દિવ્યાંગ છે જેને ચેસની રમતની પ્રેક્ટિસ માટે પુણેની એક સંસ્થાએ બે માસ પહેલા લેપટોપ આપ્યું છે. આ લેપટોપ અંધ ખેલાડીઓ માટે ખાસ બનાવ્યું હોવાથી તેના પર મારો પુત્ર ચેસની પ્રેક્ટિસ કરે છે.
તા.૪ની રાત્રે હું, પતિ અને પુત્ર ત્રણે ઘરનો દરવાજો ખુલ્લો રાખી ઊઘી ગયા હતાં. રાત્રે એક વાગ્યે પતિ ઊંઘમાંથી જાગ્યા ત્યારે રેફ્રિજરેટર પાસેનું પર્સ ખુલ્લું જણાયું હતું અને તેમાં રૃા.૧૨૦૦ રોકડ ન હતી. આ ઉપરાંત ફ્રિજ પર મૂકેલ મારા પુત્રનું લેપટોપ અને મોબાઇલ પણ જણાયા ન હતાં. કુલ રૃા.૬૧૨૦૦ની મતાની ચોરી થઇ હતી. વાડી પોલીસમાં ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે ઘરની સામે લગાવેલા સીસીટીવી કેમેરામાં અડધી બાંયનું ટી શર્ટ તેમજ ચડ્ડી પહેરેલ શખ્સ જણાયો હતો જો કે તે કોણ છે તે ઓળખાતો નથી.
આ અંગે ચેસના ખેલાડી અનિકેતે જણાવ્યું હતું કે વર્ષ-૨૦૧૭માં બ્લાઇન્ડ સ્કૂલમાં ચેસની ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ મને ચેસમાં રસ જાગ્યો હતો અને તેમાં આગળ સતત વધતો ગયો છું. છેલ્લા ૧૦ વર્ષમાં મેં સ્ટેટ તેમજ નેશનલની ટૂર્નામેન્ટોમાં ભાગ લઇને એક ડઝન જેટલા મેડલો મેળવ્યા છે. દિવસે ખૂબ અવાજ થતો હોવાથી હું રાત્રે લેપટોપ પર જે સાંભળીને વર્ક કરે છે તેના પર પ્રેક્ટિસ કરું છું. રાત્રે માત્ર ૧૦ મિનિટ હું ઊંઘી ગયો તે સમયે જ આ ચોરીની ઘટના બની છે.