Baroda

ગોયા ગેટથી પ્રતાપનગર સુધી નેરોગેજ ટ્રેનની સફર જીવંત બની

By GS Team
30 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા રેલવે વિભાગે પ્રતાપનગર રેલવે સ્ટેશનની 146મી વર્ષગાંઠ નિમિત્તે 29 ઓક્ટોબરે સ્ટેશન મહોત્સવ યોજ્યો. આ પ્રસંગે ગોયા ગેટથી પ્રતાપનગર સુધીની નેરોગેજ હેરિટેજ લાઇન સફર, હેરિટેજ પાર્કની મુલાકાત અને રેલવે મ્યુઝિયમમાં પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાયા. ભારતીય રેલવેના 103 ઐતિહાસિક સ્ટેશનોમાં પ્રતાપનગરનો સમાવેશ કરાયો છે. મંડળ રેલવે મેનેજર રાજુ ભડકેના નેતૃત્વમાં આ ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોયા ગેટથી પ્રતાપનગર સુધી નેરોગેજ ટ્રેનની સફર જીવંત બની

Western Railways : વડોદરા રેલવે વિભાગ દ્વારા પ્રતાપનગર રેલવે સ્ટેશનની 146મી વર્ષગાંઠ નિમિત્તે 29 ઓક્ટોબરે સ્ટેશન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોયા ગેટથી પ્રતાપનગર સુધીની નેરોગેજ હેરિટેજ લાઇનની સફર સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ભારતીય રેલવે દ્વારા દેશનાં 103 ઐતિહાસિક અને વિરાસત ધરાવતાં રેલવે સ્ટેશનો પર સ્ટેશન મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં પશ્ચિમ રેલવેના વડોદરા મંડળનાં પ્રતાપનગર, આણંદ અને નડિયાદ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મંડળ રેલવે મેનેજર રાજુ ભડકેના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆત હેરિટેજ પાર્કની મુલાકાત, ધ્વજ કૂચ અને ઉત્સવના ફુગ્ગા ઉડાવીને કરવામાં આવી હતી. મહોત્સવની મુખ્ય થીમ 'નેરોગેજ હેરિટેજ લાઇન, ગોયા ગેટથી પ્રતાપનગર સુધીની સફર' રાખવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ હેરિટેજ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને રોલિંગ સ્ટોક પાર્કમાં સેલૂન 700, ટર્ન ટેબલ, ક્રેન તથા રોલર સહિતનાં જૂનાં રેલવે સાધનો નિહાળ્યાં હતા.
આ ઉપરાંત રેલવે મ્યુઝિયમમાં ઐતિહાસિક તસવીરો અને વિરાસતનાં સાધનોનું પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ગતિ શક્તિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.મનોજ ચૌધરી સહિત રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રેલવે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.