Baroda
છાણી ટીપી-13 વિસ્તારમાં રાહદારીઓ પર વાંદરાનો હુમલો,ત્રણને ઇજાઃત્રણકલાકે વાંદરો કેદ
By GS Team
14 Nov 20261 min read
છાણી ટીપી-13 વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી વાંદરાના હુમલાથી લોકો ભયભીત હતા. બે દિવસમાં 3 લોકોને ઈજા થતાં ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી. ફોરેસ્ટની ટીમે પાંજરું મૂકી 3 કલાકની મહેનત બાદ એક વાંદરાને પકડ્યો. જોકે, આ જ વિસ્તારમાં એક મહિલા પર હુમલો કરનાર વાંદરો અલગ હોવાનું મનાય છે, કારણ કે પકડાયેલો વાંદરો પૂંછડી વગરનો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

છાણી ટીપી-૧૩ વિસ્તારમાં રાહદારીઓ પર વાંદરા દ્વારા હુમલા કરવામાં આવતા હોવાના છેલ્લા ચારેક દિવસથી બનાવો બનતા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.બે દિવસમાં ત્રણેક જણાને ઇજાઓ થતાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફોરેસ્ટ વિભાગની ટીમે પાંજરુ મૂકી ત્રણ કલાકની જહેમત બાદ વાંદરાને પૂર્યો હતો.આ જ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ચાલતી આવી રહેલી એક મહિલા પર પણ વાંદરાએ હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જો કે ફોરેસ્ટ વિભાગે પકડેલો વાંદરો પૂંછડી વગરનો હોવાથી મહિલા પર હુમલો કરનાર વાંદરો અલગ હોવાનું મનાય છે.