Baroda

આજવા રોડ પર સ્ક્રેપના ખુલ્લા ગોડાઉનમાં ફટાકડાના કારણે ભીષણ આગ

By GS Team
15 Nov 20261 min read
TukuTouch Logo
આજવા રોડ પર સયાજીપુરા ગામ નજીક પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં ગઈકાલે રાત્રે ફટાકડાના કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. માંડ-માંડ કાબૂમાં આવેલી આગ રવિવારે સાંજે ફરી ભભૂકી ઉઠી હતી. ફાયરબ્રિગેડની 8 ગાડીઓ અને પાણીના 7-8 ટેન્કરો દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી, પણ સાંજે ફરી આગ લાગતા દોડધામ મચી હતી. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

આજવા   રોડ પર સ્ક્રેપના ખુલ્લા ગોડાઉનમાં ફટાકડાના કારણે ભીષણ આગ

આજવા રોડ પર સયાજીપુરા ગામ નજીક આવેલા પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં ગઇકાલે રાત્રે ફટાકડાના કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. માંડ - માંડ કાબૂમાં આવેલી આગ રવિવારે સાંજ ે ફરીથી ભભૂકી ઉઠી હતી.
આ અંગેની વિગત એવી છે કે, આજવા નિમેટા રોડ પર સયાજીપુરા ગામ નજીક આવેલી ધ પેલેસ સોસાયટીના કંપાઉન્ડ વોલની બાજુમાં ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકના સ્ક્રેપનું ગોડાઉન છે. જેમાં ગઇકાલે રાત્રે આગ લાગી હતી. રાત્રે પોણા નવ વાગ્યે ફાયરબ્રિગેડને કોલ મળતા ફાયર ઓફિસર અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્લાસ્ટિકના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. ફાયર એન્જિન અને પાણીના ટેન્કર મળી કુલ ૮ વાહનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પાણીની ટેન્કરના ૭ થી ૮ ફેરા થયા હતા. આખી રાતની કામગીરી પછી વહેલી સવારે છ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. પરંતુ, સાંજે ફરીથી આગ લાગતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ફરીથી દોડી ગયો હતો. ફાયર ઓફિસર દર્શન કોઠારીએ જણાવ્યું છે કે, સ્થળ પર હાજર લોકોમાં એવી વાત ચાલતી હતી કે, ફટાકડાના કારણે આગ લાગી છે.જોકે, હજુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.