Baroda

મધ્ય ગુજરાતમાં ૨.૧૬ લાખ કર્મીઓને રૃા.૪૩૧ કરોડ બોનસની ચૂકવણીથી બજારોમાં રોનક

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરા સહિત મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓમાં દિવાળી પૂર્વે 2.16 લાખ કર્મચારીઓને કુલ 431 કરોડ રૂપિયાનું બોનસ ચૂકવાયું છે. માત્ર વડોદરામાં જ 208.38 કરોડ રૂપિયાનું બોનસ ચૂકવાયું, જે ગત વર્ષ કરતાં બમણું છે. બોનસની આ જંગી રકમ બેંક ખાતામાં અને રોકડમાં મળતાં કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે, જેના પગલે બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય ગુજરાતમાં ૨.૧૬ લાખ કર્મીઓને રૃા.૪૩૧ કરોડ બોનસની ચૂકવણીથી બજારોમાં રોનક

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં બોનસ પેટે વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ વાણિજ્ય એકમોમાં કરોડો રૃપિયાની વહેંચણી થતાં બજારોમાં રોનક દેખાવા લાગી છે. માત્ર વડોદરામાં જ રૃા.૨૦૮.૩૮ કરોડથી વધુ રકમનું બોનસ ચૂકવાયું હોવાનું જાણવા મળ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં બમણું છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં આવેલા નવ જિલ્લાઓ વડોદરા ઉપરાંત ભરૃચ, નડિયાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એકમો દ્વારા તા.૩૦ નવેમ્બર સુધીમાં બોનસની ચૂકવણી કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. જો કે એકમો દ્વારા દિવાળી પહેલાં જ બોનસની ચૂકવણી કરી દેવાતા તેનો માહોલ બજારોમાં ખરીદી દ્વારા જણાઇ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓમાં ધનતેરસ સુધી કુલ ૨.૧૬ લાખ કર્મચારીઓને રૃા.૪૩૧ કરોડનું બોનસ ચૂકવાયું હતું. જેમાં વડોદરા જિલ્લામાં જ રૃા.૨૦૮.૩૮ કરોડના બોનસનો સમાવેશ થાય છે. બરોડા ડેરી, જીએસએફસી, રિલાયન્સ સહિતના એકમોએ બોનસ પેટે મોટી રકમની ચૂકવણી કરી હોવાનું જાણવા મળ્યું છે.
દિવાળી પહેલાં જ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં તેમજ રોકડમાં બોનસ ચૂકવવામાં આવતાં જ કર્મચારીઓમાં ખુશી વ્યાપી હતી અને પરિવાર માટે દિવાળીની ઉજવણીમાં ખરીદી શરૃ કરવામાં આવી છે. આ સાથે જ બજારોમાં પણ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.

૨.૧૬ લાખ કર્મચારીઓને બોનસની રકમ અપાઇ
જિલ્લો એકમોની સંખ્યા કર્મચારીઓની સંખ્યા રકમ
વડોદરા ૩૪૭ ૧૦૦૦૪૫ ૨૦૮.૩૮
ભરૃચ ૩૦૧ ૭૯૫૧૯ ૧૪૯.૬૮
આણંદ ૩૯ ૪૭૦૬ ૭.૩૩
નડિયાદ ૩૦ ૬૫૧૦ ૧૩.૦૦
દાહોદ ૪૬ ૧૭૦૨ ૩.૮૩
મહીસાગર ૦૭ ૭૦૧ ૦.૭૩
પંચમહાલ ૩૪ ૨૨૦૮૪ ૪૫.૨૬
છોટાઉદેપુર૩૭ ૯૬૨ ૦.૬૦
નર્મદા ૧૨ ૭૩૦ ૨.૨૨
કુલ ૮૫૩ ૨૧૬૯૫૯ ૪૩૧.૦૭

  • બોનસની રકમ કરોડમાં દર્શાવી છે.