આઠ ગ્રાહકોના નામે લોન પર ફર્નિચર અપાવી કોટક બેન્ક સાથે રુ.4.37લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફતેગંજના ફર્નિચરના વેપારી અને કોટક બેન્ક વચ્ચે કોન્ટ્રાક્ટનો લાભ લઇ આઠ ગ્રાહકોના નામે બોગસ બીલો બનાવી અને લોન અપાવીને રૃ.૪.૩૭ લાખની ઠગાઇ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કોટક મહિન્દ્રા બેન્કના કર્મચારી વત્સલ વાંકાવાળાએ પોલીસને કહ્યું છે કે,અમારા યુનિટ મારફતે લોનની રકમ ભરપાઇ નહિ થવાના કેસોની તપાસ કરવામાં આવતી હોય છે.જે દરમિયાન ફતેગંજના ફતેહસાગર કોમ્પ્લેક્સમાં આવેલા ગુજરાત ફર્નિચર સાથે બેન્કનો કોન્ટ્રાક્ટ હોવાથી તેમાંથી ફર્નિચર ખરીદીના ખોટા અને વધુ બીલો રજૂ કરીને આઠ ગ્રાહકોના નામે લોન લેવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી.
ફરિયાદમાં કહેવાયું છે કે,આ કામમાં બેન્કના કર્મચારીની પણ મહત્વની ભૂમિકા હતી.તેણે મહિલાઓને લોન અપાવતી નવાપુરા વિસ્તારની ફરજાનાને સાથે રાખી ગ્રાહકોની લોનના નામે વેપારી મારફતે લોન પ્રોસેસ બતાવી ફર્નિચર સાથેના ગ્રાહકોના ફોટા પણ અપલોડ કર્યા હતા.ગ્રાહકોને લોનની રકમ મળી નહતી અને આરોપીઓએ શરૃઆતના ત્રણેક હપ્તા ભરી બાકીનીરકમ ભરપાઇ કરી નહતી.જ્યારે,ગ્રાહકોને લોન કેન્સલ થઇ છે તેમ કહેવાયું હતું.જેથી તપાસમાં ભોપાળું બહાર આવતાં સયાજીગંજ પોલીસે અંકુર પ્રકાશભાઇ વાળંદ(સરાડીયા,વીરપુર, મહિસાગર),ગુજરાત ફર્નિચરના સંચાલક પરવેઝખાન મુન્નવર ખાન(સુકુન બંગ્લોઝ,મધુ નગર,ગોરવા) અને ફરજાના ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.




