આજથી વડોદરામાં ખેલ મહાકુંભ-૨૦૨૬નો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટસ્ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ-૨૦૨૬નો આરંભ આવતીકાલે તા. ૯ ઓક્ટોબરના રોજ બપોરે ૪ વાગ્યે સમા સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સ ખાતે થશે.
ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત આ વર્ષે ૩૯ જેટલી વિવિધ રમતોનું આયોજન કરાયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ પણ યોજાશે. વિવિધ રમતોમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર ઉપરાંત સરકારની વિવિધ રમતગમત પ્રોત્સાહક યોજનાઓનો લાભ અપાશે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર સાથે યોજાનારા ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં ૭૬,૦૨,૧૭૮ નોંધણીઓ થઈ છે, જેમાં ૪૫,૪૩,૯૪૫ ખેલાડી ભાઈઓ અને ૩૦,૫૮,૨૩૩ ખેલાડી બહેનોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનારા આ સમારોહમાં તેમના હસ્તે ખેલ મહાકુંભ-૨૦૨૫ની શ્રેષ્ઠ શાળાઓ, મહાનગરપાલિકાઓ તથા જિલ્લાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાશે.




