Baroda

સેમિકન્ડકટર ક્ષેત્રમાં રોકાણથી દસ વર્ષમાં ગુજરાતનો જીડીપી બમણો થશે

By GS Team
26 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં VCCCI દ્વારા 24 થી 27 ડિસેમ્બર દરમિયાન નવલખી મેદાન ખાતે VCCCI એક્સપો-2026 યોજાશે. આ વખતે પહેલીવાર સેમિકન્ડક્ટર કોન્ક્લેવનું પણ આયોજન કરાયું છે. VCCCI પ્રમુખ હિમાંશુ પટેલ અને સુધીર નાયકે જણાવ્યું કે, ગુજરાતમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ પૈકી 4 કાર્યરત છે, જે 10 વર્ષમાં રાજ્યની GDP બમણી કરશે. આ એક્સપોમાં 700થી વધુ સ્ટોલ અને સ્ટાર્ટઅપ માટે ખાસ પેવેલિયન હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેમિકન્ડકટર ક્ષેત્રમાં રોકાણથી દસ વર્ષમાં ગુજરાતનો જીડીપી બમણો થશે

વડોદરાના ઔદ્યોગિક સંગઠન વીસીસીઆઈ( વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ)દ્વારા તા.૨૪ થી ૨૭ ડિસેમ્બર દરમિયાન નવલખી મેદાન ખાતે વીસીસીઆઈ એક્સપો-૨૦૨૬ યોજાશે.જેમાં પહેલી વખત સેમિકન્ડકટર કોન્કલેવનું પણ આયોજન કરાશે.
આ કોન્ક્લેવના કન્વીનર તથા ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડકટર એસોસિએશનના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય સુધીર નાયક અને વીસીસીઆઈ પ્રમુખ હિમાંશુ પટેલનુ પત્રકારો સાથેની વાતચીતમાં કહેવું હતું કે, ગુજરાતમાં ૬ સેમિકન્ડકટર પ્લાન્ટ પૈકી ચાર તો કાર્યરત પણ થઈ ગયા છે.દસ વર્ષમાં સેમિકન્ડકટર પ્લાન્ટના કારણે ગુજરાતની જીડીપી બમણી થઈ જશે.ગુજરાતના એમએસએમઈ સેક્ટર અને સ્ટાર્ટ અપ માટે પણ સેમિકન્ડકટર પ્લાન્ટ ઘણી તકોનું નિર્માણ કરશે.ઉત્પાદન માટે આઈટીઆઈ થયેલા અને ડિપ્લોમા થયેલા વિદ્યાર્થીઓની પણ જરુર પડવાની છે.
હિમાંશુ પટેલના જણાવ્યા અનુસાર એક્સપોમાં નવ લાખ ચોરસ ફૂટ જગ્યામાં ૧૭ મોટા ડોમ ઉભા કરાશે અને ૭૦૦થી વધારે સ્ટોલ રહેશે.બે લાખ લોકો એક્સપોની મુલાકાત લેશે.એક્સપોમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ થકી નાના ઉદ્યોગોને મોટા ઉદ્યોગો અને મલ્ટીનેશનલ કંપની સાથે જોડવા માટે પ્લેટફોર્મ પૂરુ પડાશે.સ્ટાર્ટઅપ માટે સ્પેશ્યલ પેવેલિયન ઉભુ કરાશે.