Baroda

ઝિમ્બાબ્વે સામે ભારતે ૩-૦ થી વન-ડે શ્રેણી પણ કબજે કરી લીધી

By GS Team
28 Oct 20261 min read
TukuTouch Logo
કોટંબીના BCA સ્ટેડિયમ ખાતે ભારતીય મહિલા ટીમે ઝિમ્બાબ્વે સામેની 3 મેચની વનડે સિરીઝ 3-0થી જીતી લીધી છે. આજે અંતિમ વનડેમાં ભારતે ઝિમ્બાબ્વેને 8 વિકેટે હરાવ્યું. ઝિમ્બાબ્વે 131 રનમાં ઓલઆઉટ થયું, જેના જવાબમાં ભારતે 17 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. વૈષ્ણવી શર્માએ 5 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ મેચ બની. પ્રતીકા રાવલે અણનમ 59 અને શેફાલી વર્માએ અણનમ 51 રન બનાવ્યા. પ્રતીકા પ્લેયર ઓફ ધ સિરીઝ રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝિમ્બાબ્વે સામે ભારતે ૩-૦ થી વન-ડે શ્રેણી  પણ કબજે કરી લીધી

કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું છે.

આજે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે, ઝિમ્બાબ્વેને ૮ વિકેટે હરાવી જીત હાંસલ કરી છે. ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૩૯.૫ ઓવરમાં ૧૩૧ રનમાં સમેટાઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમે માત્ર ૧૭ ઓવરમાં ૨ વિકેટે ૧૩૩ રન બનાવીને  લક્ષ્ય હાંસલ કર્યું હતું.

ભારતની જીતમાં ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્માની બોલિંગ નિર્ણાયક રહી હતી. તેણે ૧૦ ઓવરમાં એક મેઇડન સાથે ૩૯ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. વનડે કારકિર્દીમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવનાર વૈષ્ણવીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. ક્રાંતિ ગૌડે અને સાયલી સતઘરેએ બે-બે વિકેટ મેળવીને ઝિમ્બાબ્વેની બેટિંગને ફટકો આપ્યો હતો.

૧૩૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ તરફથી પ્રતીકા રાવલે ૫૬ બોલમાં અણનમ ૫૯ રન અને શેફાલી વર્માએ ૨૬ બોલમાં અણનમ ૫૧ રન ફટકાર્યા હતા. સમગ્ર સિરીઝમાં પ્રતીકા રાવલ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહી છે. તેણે કુલ ૨૨૦ રન નોંધાવ્યા છે. પ્રતીકાને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ અપાયો છે.