Baroda

વડોદરા સંવેદનશીલ કાસમઆલા કબ્રસ્તાનની આસપાસના ગેરકાયદે દબાણો હટાવ્યા

By GS Team
3 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશને આજે સંવેદનશીલ કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવી. વોર્ડ 7ના અધિકારી રિતેશ સોલંકી અને કારેલીબાગ પોલીસની ટીમે મુખ્ય રોડ પરથી ભંગારવાળાના દબાણો હટાવી, 2 ટ્રક સામાન અને 1 ફોર વ્હીલર જપ્ત કર્યા. ગંદકી બદલ ₹25,000નો દંડ વસૂલાયો અને બિનઅધિકૃત પાર્કિંગ માટે ઓનલાઈન મેમો અપાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સંવેદનશીલ કાસમઆલા કબ્રસ્તાનની આસપાસના ગેરકાયદે દબાણો હટાવ્યા

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આજે સંવેદનશીલ વિસ્તાર કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપાની આસપાસમાંથી ઘેર કાયદે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને રૂપિયા 25,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
વોર્ડ 7 ના વોર્ડ ઓફિસર રિતેશ સોલંકી અને વોર્ડના અન્ય સ્ટાફ, કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફને સાથે રાખી કાસમઆલા કબ્રસ્તાન મુખ્ય રોડ પર ભંગાર વાળાના તેમજ અન્ય દબાણો દૂર કરી કુલ 2 ટ્રક સમાન અને 1 ફોર વ્હીલર કાર જમા લીધી તેમજ ગંદકી બદલ 25,000 નો દંડ તેમજ બિનઅધિકૃત પાર્કિંગ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા ઓનલાઈન મેમો આપવાની કામગીરી કરવામાં આવી હતી.