Baroda

પત્ની રિસાઇને પિયર જતી રહેતા હતાશ થયેલા પતિનો આપઘાત

By GS Team
13 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં પત્ની રિસાઈને પિયર જતી રહેતા હતાશ થયેલા બે પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સુભાનપુરાના સંજય બારીયાની પત્ની 3 મહિનાથી પિયર હતી, જ્યારે કરોડિયા રોડના વિશ્વજીત ગુપ્તાની પત્ની 2 વર્ષથી દૂર હતી. નવા વર્ષે માતા ડાકોર ગયા ત્યારે સંજયે આત્મહત્યા કરી. ગોરવા પોલીસે બંને કિસ્સામાં વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્ની રિસાઇને પિયર જતી રહેતા હતાશ થયેલા પતિનો આપઘાત

પત્ની રિસાઇને પિયર જતી રહેતા હતાશ થવાના બે અલગ - અલગ કિસ્સામાં પતિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યા છે. જે અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાનપુરા હાઇ ટેન્શન રોડ પર સંતોષીનગરમાં રહેતા ભાડે રહેતો સંજય ગોવિંદભાઇ બારિયા ડ્રાઇવિંગ કરે છે. પત્ની સાથે અણબનાવ થતા પત્ની ત્રણ મહિનાથી પિયર જતી રહી છે. હાલમાં તે માતા અને બહેનના ઘરે રહે છે. નવા વર્ષના દિવસે સંજયની માતા ડાકોર દર્શન કરવા ગઇ હતી. સંજય ઘરે એકલો હતો. માતા રાત્રે ઘરે પરત આવી ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પત્નીના રિસામણાના કારણે હતાશ થઇને તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
અન્ય એક કિસ્સાની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કરોડિયા રોડ જનકપુરી વિસ્તારમાં મારૃતિધામ સોસાયટીમાં રહેતા વિશ્વજીત મનોજભાઇ ગુપ્તા (ઉં.વ.૨૪) હાલમાં કોઇ કામ ધંધો કરતો નહતો. તેની પત્ની બે વર્ષથી પિયર જતી રહી છે. તેના કારણે હતાશામાં આવીને તેણે આપઘાત કર્યો હોવાની શક્યતાના આધારે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.