અડધું શૈક્ષણિક વર્ષ પૂરુ થવા આવ્યું પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અડધુ શૈક્ષણિક વર્ષ પૂરુ થવા આવ્યું છે અને પંદર દિવસ બાદ દિવાળી વેકેશનની પણ શરુઆત થઈ જશે ત્યારે વડોદરાની ગ્રાન્ટેડ સ્કૂલો શિક્ષકોની અછત સામે ઝઝૂમી રહી છે.સ્કૂલોમાં અડધુ વર્ષ પતી ગયા પછી પણ શિક્ષકોની ૧૨૫ જેટલી જગ્યાઓ ખાલી છે.
ગ્રાન્ટેડ સ્કૂલોમાં ખાલી જગ્યાઓ કામચલાઉ ધોરણે ભરવા માટે જ્ઞાાન સહાયકોની નિમણૂકની કવાયત હાથ ધરાઈ હતી અને આવા શિક્ષકોની નિમણૂક કરાઈ હતી પરંતુ એ પછી પણ સ્થિતિમાં સુધારો થયો નથી.ખાસ કરીને ગણિત- વિજ્ઞાાન, અંગ્રેજી, એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિકસ જેવા વિષયોમાં અને તેમાં પણ અંગ્રેજી તથા હિન્દી માધ્યમની સ્કૂલોમાં ખાલી જગ્યાઓની સામે જ્ઞાાન સહાયકો મળી રહ્યા નથી.જેની અસર સ્કૂલોમાં શિક્ષણકાર્ય પર પડી રહી છે.
જે શિક્ષકો ઉપલબ્ધ છે તેમને છાશવારે ભણાવવા સિવાયની બીજા કામગીરી પણ સોંપવામાં આવે છે.જેના કારણે પણ અભ્યાસ પર અસર પડી રહી છે.કેટલાક જાણકારોનું એવું પણ માનવું છે કે, જ્ઞાાન સહાયકની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની નિમણૂકના નિયમો વધારે સરળ હતા.જેમાં સ્કૂલોને સ્થાનિક સ્તરે ઉમેદવારોની નિમણૂક કરવાની છૂટ મળતી હતી.હવે જ્ઞાાન સહાયકોની નિમણૂક માટે પણ નિયમિત શિક્ષકોની જેમ મેરિટ લિસ્ટ તૈયાર કરવા સહિતની કાર્યવાહી કરવાની આવે છે.




