Baroda

વડોદરામાં ધનતેરસ પર્વે 125 કરોડના સોના- ચાંદીની ખરીદી

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ધનતેરસ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ હતી. સોના-ચાંદીની ખરીદી માટે શહેરીજનો ઉમટી પડ્યા હતા. બપોરના સમયે પણ જ્વેલરી શોરૂમમાં ભીડ જોવા મળી હતી. આશરે 125 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ થયું. ગયા વર્ષ કરતાં ભાવ ઘટતા ખરીદી વધી, જેમાં 70% ગ્રાહકોએ ચાંદી અને 30%એ સોનું ખરીદ્યું. લોકોએ દાગીના કરતાં સિક્કા-લગડીને વધુ પસંદ કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ધનતેરસ પર્વે 125 કરોડના સોના- ચાંદીની ખરીદી

સોના-ચાંદીની ખરીદી માટે શહેરીજનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.ભર બપોરે પણ જ્વેલરીના શો રુમો અને દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી.એક અંદાજ મુજબ વડોદરામાં ૧૨૫ કરોડ રુપિયાના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતું.બીજી તરફ લોકોના ખરીદી માટેના ધસારાથી મોટાભાગના શો રુમ અને દુકાનો આજે રાત્રે નવ વાગ્યા પછી પણ ખુલ્લા જોવા મળ્યા હતા.
ગત વર્ષની સરખામણીએ સોના અને ચાંદીના ભાવમાં આ વખતે ઘટાડો નોંધાયો હતો અને ખરીદી વધવા પાછળ આ પણ એક મહત્વનું કારણ હતું.એક કિલો ચાંદીનો આજનો ભાવ ૧.૮૭ લાખ રુપિયા અને એક તોલા સોનાનો ભાવ ૧.૪૬ લાખ રુપિયા હતો. જ્યારે ગત વર્ષે એક તોલા સોનાની કિંમત ૧.૮૦ લાખ રુપિયા હતી.
વડોદરાના જ્વેલર્સના કહેવા પ્રમાણે સામાન્ય રીતે ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી શુકનવંતી મનાય છે અને ધનતેરસે થતી પૂજામાં પણ ચાંદીના દાગીના અથવા લગડીનું પૂજન કરાવમાં આવે છે. એટલે આજે લગભગ ૭૦ ટકા ગ્રાહકોએ ચાંદી ખરીદી હતી અને ૩૦ ટકા ગ્રાહકોએ સોનુ ખરીદયું હતું.જોકે લોકોનો વધારે ઝુકાવ દાગીના કરતા સિક્કા અને લગડી તરફ વધારે રહ્યો હતો.લગભગ ૮૦ ટકા લોકોએ સિક્કા અને લગડી ખરીદવાનું પસંદ કર્યું હતું.