Baroda

ઇન્વેસ્ટમેન્ટના નામે લાખોની ઠગાઇ કરતી ચીન-USથી ઓપરેટ થતી ગેંગનો પર્દાફાશઃ359 સિમકાર્ડ સાથે ચાર પકડાયા

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રોકાણના નામે ₹1.51 કરોડની છેતરપિંડી કેસમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેલે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી 359 સિમકાર્ડ મળ્યા છે. આ સિમકાર્ડનો ઉપયોગ ચીન, યુએસ અને મલેશિયામાંથી થતો હતો અને તેનાથી વિવિધ રાજ્યોમાં ₹33 કરોડની ઠગાઈ થઈ હતી. સાયબર સેલે લોકોને સિમકાર્ડ, આધાર કે પાનકાર્ડ કોઈને ન આપવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્વેસ્ટમેન્ટના નામે લાખોની ઠગાઇ કરતી ચીન-USથી ઓપરેટ થતી ગેંગનો પર્દાફાશઃ359 સિમકાર્ડ સાથે ચાર પકડાયા

વડોદરાના એક સિનિયર સિટિઝન સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે થયેલી રૃ.૧.૫૧ કરોડની છેતરપિંડીના કેસની તપાસમાં ઇન્ટરનેશનલ ગેંગનો પર્દાફાશ થયો છે.ઠગો દ્વારા ઉપયોગમાં લેવાતા સ્થાનિક સિમકાર્ડ પૂરા પાડતા વડોદરાના ચાર સાગરીતોને સાયબર સેલે દબોચી લેતાં તેમની પાસે ૩૫૯ સિમકાર્ડ મળી આવ્યા છે,જે સિમકાર્ડ પર જુદાજુદા રાજ્યોમાં રૃ.૩૩ કરોડની ઠગાઇ થયાની વિગતો બહાર આવી છે.
ઓનલાઇન ઠગો દ્વારા વોટ્સએપ કે સોશ્યલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટરનો સંપર્ક કરીને તેમને લોભામણી સ્કીમોમાં ફસાવવામાં આવતા હોય છે.આ માટે રોકાણકારોને વોટ્સએપ ગુ્રપમાં જોઇન કરવામાં આવે છે અને ત્યારબાદ વીઆઇપી ગુ્રપમાં જોઇન કરી ઓનલાઇન એકાઉન્ટ ખોલીને આઇપીઓ,સ્ટોક ખરીદવાની ટિપ જેવી તરકીબો અજમાવીને લાખોની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવતી હોય છે. ઓનલાઇન એકાઉન્ટમાં મોટી રકમનો પ્રોફિટ દેખાતો હોય છે પરંતુ ઠગો દ્વારા આ રકમ માટે જુદાજુદા ચાર્જના નામે રકમ પડાવવામાં આવતી હોય છે.
વડોદરાના એક સિનિયર સિટિઝને રૃ.૧.૫૧ કરોડ ગુમાવતાં સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે પીઆઇ એમ આર ચાવડાના નેજા હેઠળ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ કરાવ્યું હતું.જે દરમિયાન પોલીસને ઠગાઇ માટે વડોદરામાંથી એક્ટિવેટ થયેલા સિમકાર્ડની વિગતો મળતાં ડીટેલ મેળવીને સિમકાર્ડ એક્ટિવેટ કરનારા વડોદરાના સુબોધ શર્મા,કરણ ભાષાણી ઉપરાંત દાહોદના આર્યન કુમાર અને મહારાષ્ટ્રના સર્વેશ પાટીલને દબોચી લીધા હતા.પોલીસની તપાસમાં આરોપીઓ દ્વારા એક્ટિવેટ કરાવેલા સિમકાર્ડનો ઉપયોગ ચીન,યુએસ અને મલેશિયા ખાતેથી કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે.

એક સિમકાર્ડ એક્ટિવેટ કરાવવા બદલ ટોળકીને રુ.1200નું કમિશન મળતું હતું
સાયબર સેલની ચેતવણી,લાલચમાં આવી કોઇને પણ સિમકાર્ડ કે આધાર કાર્ડ,પાન કાર્ડ આપશો તો ફસાશો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
ઇન્વેસ્ટમેન્ટના નામે લાખોની ઠગાઇ કરતી ઇન્ટરનેશનલ ઠગ ટોળકીને સિમકાર્ડ પુરા પાડતી ગેંગ પકડાતાં પોલીસને ઓનલાઇન ઠગોના નેટવર્કની કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે.
સાયબર સેલના એસીપી અને પીઆઇએ કહ્યું છે કે,વડોદરામાંથી સિમકાર્ડ મેળવીને સ્થાનિક ઠગો દ્વારા ઉપરના આકાઓને મોકલવામાં આવતા હતા.એક સિમકાર્ડ દીઠ તેમને રૃ.૧૨૦૦નું કમિશન મળતું હતું અને આવા ૪૦૦થી વધુ સિમકાર્ડ એક્ટિવેટ કરાયા હોવાની વિગતો જાણવા મળી છે.જેથી આ સિમકાર્ડ કોના મારફતે ચીન,હોંગકોંગ,યુએસ અને મલેશિયા મોકલતા હતા તેની તપાસ ચાલી રહી છે.
સાયબર સેલે લોકોને સતર્ક રહેવાની અપીલ કરતાં કહ્યું છે કે,લાલચમાં આવીને કોઇને પણ સિમકાર્ડ,આધારકાર્ડ કે પાનકાર્ડ આપશો નહિ.આવા સિમકાર્ડનો ઠગાઇ માટે ઉપયોગ થશે તો તમને પણ ફસાવાનો વારો આવશે.

આરોપીનું નામ સરનામું ભૂમિકા

સુબોધ ઉર્ફે રાજુ ગીરીરાજ શર્મા પાણીગેટ,વડોદરા સિમકાર્ડ સપ્લાય કરતો હતો
કરણ રામભાઇ ભાષાણી હરણી,વડોદરા સિમકાર્ડ વોટ્સએપ પર એક્ટિવેટ કરતો હતો
આર્યન અરવિંદભાઇ પંચાલ દાહોદ સિમકાર્ડના કમિશનની વહેંચણી કરતો હતો
સર્વેશ ઉર્ફે ગનુ શરદભાઇ પાટીલ પાલઘર,મહારાષ્ટ્ર ઉપર મુજબ