Baroda

ઓનલાઇન એપ્લિકેશનમાં લોન અપાવવાના બહાને છેતરપિંડી

By GS Team
14 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ઓનલાઈન લોન એપ્લિકેશન દ્વારા છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વાઘોડિયા રોડના અક્ષયકુમાર ઝાલાએ KREDITBEE એપ્લિકેશન મારફતે લોન લીધા બાદ, એક અજાણ્યા ભેજાબાજે 4.10 લાખની લોન અપાવવાના બહાને તેમની પાસેથી કુલ 82,211 રૂપિયા પડાવી લીધા. લોન ન મળતા તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન એપ્લિકેશનમાં લોન અપાવવાના બહાને છેતરપિંડી

ઓનલાઇન એપ્લિકેશનમાં લોન અપાવવાના બહાને ભેજાબાજ આરોપીએ ૮૨,૨૧૧ રૃપિયાપડાવી લીધા હતા. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે અંબિકા એવન્યુમાં રહેતા અક્ષયકુમાર રાજેશભાઇ ઝાલા મૂળ ખેડા જિલ્લાના વતની છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું છેલ્લા ત્રણ વર્ષથી KREDITBEE નામની લોન એપ્લિકેશનનો ઉપયોગ કરૃં છું. જેમાં પર્સનલ અને બિઝનેસ લોન થાય છે. જેમાંથી મેં ૬ હજાર, ૨૭ હજાર, ૩૪ હજાર તથા ૪૫ હજારની લોન લીધી હતી. જે લોન મેં પૂર્ણ કરી દીધી હતી. ત્યારબાદ એપ્લિકેશનમાં એવું બતાવતા હતા કે, મને ૫૯ હજાર અને ૧૦ લાખની પર્સનલ લોન મળશે. ગત ૨૦ મી ઓક્ટોબરે એક અજાણ્યા નંબર પરથી મને કોલ આવ્યો હતો. વાત કરનારે મને કહ્યું કે, હું KREDITBEE માંથી વાત કરૃં છું. તમારો સિબિલ સ્કોર સારો છે. તમને ૪.૧૦ લાખની પર્સનલ લોન મળશે તમારે લેવી છે. તેણે એવું પણ કહ્યું કે, તમે પહેલા ૫૯હ જારની પર્સનલ લોન પહેલા લઇ લો એટલે ૧૦ લાખની બિઝનેસ લોન હટી જશે અને ૪.૧૦ લાખ દેખાશે, તેના કહેવા મુજબ મેં ૫૯ હજારની લોન લઇ લીધી હતી. ત્યારબાદ ૪.૧૦ લાખની લોન લેવા માટે તેના કહેવા મુજબ કુલ ૮૨,૨૧૧ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ, મને કોઇ લોન મળી નહતી.