Baroda

વડોદરામાં આજથી પાંચ દિવસીય આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા માંજલપુર સ્થિત યુનાઈટેડ સ્પોર્ટ્સ એરેનાના સહયોગથી આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. 21થી 25 ઑક્ટોબર દરમિયાન સ્કૂલના મેદાન પર યોજાનારી આ સ્પર્ધામાં 20 શાળાઓની 40 ટીમોના 400 ખેલાડીઓ ભાગ લેશે. વિજેતા ટીમને ટ્રોફી અને પ્રમાણપત્રો અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આજથી પાંચ દિવસીય આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

Vadodara: વિદ્યાર્થીઓમાં રમતગમતની પ્રતિભા વિકસાવવા અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા માંજલપુર સ્થિત યુનાઈટેડ સ્પોર્ટ્સ એરેના સાથેના ટેકનિકલ સહયોગથી આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલના મેદાન પર 21થી 25 ઑક્ટોબર દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં 20 જેટલી શાળાઓની 40 ટીમોના આશરે 400 ખેલાડીઓ ભાગ લેશે.

સ્પર્ધામાં ચાર વિભાગ રાખવામાં આવ્યા છે. જેમાં 13 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ માટે સાત ખેલાડીઓની ટીમ, 16 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ માટે છ ખેલાડીઓની ટીમ, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે સાત ખેલાડીઓની ટીમ અને 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ માટે છ ખેલાડીઓની ટીમ વચ્ચે મુકાબલા યોજાશે.

પાંચ દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધા દરમિયાન દરરોજ સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી મેચો રમાશે. ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવા માટે ‘પ્લેયર ઑફ ધ મેચ’, ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’ અને ‘બેસ્ટ ગોલકીપર’ સહિતનાં સન્માન આપવામાં આવશે. આ ઉપરાંત ઉપવિજેતા ટીમને ટ્રોફી, વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી અને ભાગ લેનારા તમામ ખેલાડીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોતાની રમતગમતની કુશળતા અને પ્રતિભા દર્શાવવાની તક આપવાની સાથે અન્ય શાળાના ખેલાડીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.