Baroda
ગોરવા કેનાલમાં પડેલા યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ, ટોળાં જામ્યા
By GS Team
26 Oct 20261 min read
વડોદરામાં ગોરવા પાસેથી પસાર થતી કેનાલમાં આજે સવારે એક યુવક પડ્યો હોવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બોટ તેમજ બિલાડી વડે યુવકની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલમાં ડૂબી જવાના બનાવો વારંવાર બનતા હોવાથી સ્થાનિકો દ્વારા ફેન્સિંગની માંગણી કરાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરમાંથી પસાર થતી કેનાલમાં આત્મહત્યા કરવાના તેમજ હાથ પગ જ ધોવા જતા કે નાહવા જતા ડૂબી જવાના બનાવો વારંવાર બની રહ્યા છે. આજે સવારે આવા જ એક બનાવમાં કેનાલમાં પડેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડ કામે લાગી છે.
ગોરવા વિસ્તારનો યુવક ગોરવામાંથી પસાર થતી કેનાલમાં પડ્યો હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં બોટ ઉતારી તેમજ બિલાડી નાખીને શોધખોળ કરવામાં આવી રહી છે. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા અને પોલીસ પણ આવી ગઈ હતી. નોંધનીય છે કે વડોદરા શહેરમાંથી પસાર થતી કેનાલમાં આ પ્રકારના બનાવો વારંવાર બનતા હોવાથી સ્થાનિક રહીશો દ્વારા લાંબા સમયથી ફેન્સીંગ કરવાની કામગીરીની માંગણી કરવાંમાં આવી રહી છે.