Baroda
મકરપુરા જીઆઇડીસીમાં થ્રીવ્હીલ ટેમ્પો કાંસમાં ઉતરી જતાં ફાયર બ્રિગેડ મદદે આવી,ડભોઇરોડ પર એક વૃધ્ધ કાંસમાં ખાબક્યા
By GS Team
14 Nov 20261 min read
શહેરમાં આજે ખુલ્લી વરસાદી કાંસમાં બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. મકરપુરા GIDCમાં ચોકલેટ ભરેલો 3-વ્હીલ ટેમ્પો કાંસમાં ખાબક્યો હતો, જેને ફાયર બ્રિગેડે 1 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો. ડભોઈ રોડ પર સોમા તળાવ પાસે એક સિનિયર સિટિઝન 10 ફૂટ ઊંડા કાંસમાં પડ્યા, પરંતુ કચરાને કારણે ડૂબતા બચી ગયા. સદભાગ્યે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં ખુલ્લી વરસાદી કાંસમાં આજે એક સિનિયર સિટિઝન તેમજ એક થ્રીવ્હીલ ટેમ્પો ખાબકવાના જુદાજુદા બે બનાવ બન્યા હતા.સારાનસીબે બંને બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.
મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આજે બપોરે ચોકલેટ તેમજ બોક્સ ભરેલા એક થ્રીવ્હીલ ટેમ્પોનો ચાલક નીચે ઉતરીને કોઇ કામ માટે જતાં ટેમ્પો વરસાદી કાંસમાં ગરકી ગયો હતો.ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ ટેમ્પો બહાર કાઢી આપ્યો હતો.
બીજો બનાવ ડભોઇરોડ સોમા તળાવ પાસે બન્યો હતો.જેમાં એક સિનિયર સિટિઝન દસેક ફૂટ ઊંડા કાંસમાં પડી જતાં થર્મોકોલ તેમજ અન્ય કચરાની ચીજોને કારણે પાણી હોવા છતાં તે ડૂબતાં બચી ગયા હતા. ગાજરાવાડી ફાયર બ્રિગેડના જવાનોએ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.