Baroda

અટલ બ્રિજ પર ડમ્પર ચાલકે વિદ્યાર્થિનીને કચડી નાખતા મોત

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં 2 લોકોના કરુણ મોત થયા છે. અટલ બ્રિજ પર ડમ્પર ચાલકે MBAની વિદ્યાર્થિની હેત્વી માંડગેને ટક્કર મારતા તેનું મોત થયું હતું. ગોરવા પોલીસે ડમ્પર ચાલક દિવ્યેશ ચૌહાણને પકડ્યો છે. જ્યારે દુમાડ પાસે રિક્ષાનું ટાયર ફાટતા મહેશ તડવીનું પણ મૃત્યુ થયું હતું. છાણી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અટલ બ્રિજ પર ડમ્પર ચાલકે વિદ્યાર્થિનીને કચડી નાખતા મોત

અટલ બ્રિજ પર ટુ વ્હીલર લઇને જતી વિદ્યાર્થિનીને ડમ્પર ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે દુમાડ પાસે રિક્ષાનું ટાયર ફાટતા ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેમા ં રિક્ષા ડ્રાઇવરને ગંભીર ઇજા થતા મોત થયું હતું.
દિવાળીપુરા હાથીભાઇ નગરમાં રહેતી હેત્વી જીતેન્દ્રભાઇ માંડગે (ંઉં.વ.૨૩) અમદાવાદમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતી હતી. હાલ નવરાત્રિ હોઇ તે વડોદરા આવી હતી. આજે બપોરે તે ટુ વ્હીલર લઇને અટલ બ્રિજ પરથી જતી હતી. તે દરમિયાન પૂરઝડપે જતા ડમ્પર ચાલકે તેના ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારતા તે ફંગોળાઇને રોડ પર પટકાઇ હતી. માથામાં ગંભીર ઇજા થતા તે લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. અકસ્માત કર્યા પછી ડમ્પર ચાલક સ્થળ પરથી ભાગી છૂટયો હતો. ત્યારબાદ પંડયા બ્રિજ નજીક તે ડમ્પર મૂકીને ફરાર થઇ ગયો હતો. ગોરવા પોલીસે ડમ્પર ચાલક દિવ્યશકુમાર મહેન્દ્રભાઇ ચૌહાણ (રહે.પટેલ ફળિયું, હરીપુરાગામ,તા.વડોદરા) ને ઝડપી પાડી ડમ્પર કબજે લઇકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અક્સમાતના અન્ય એક બનાવની વિગત એવી છે કે, આણંદ બોરસદ ચોકડી નજીક રહેતા મહેશભાઇ તડવી ગઇકાલે રિક્ષા લઇને સંબંધીના ઘરે વડોદરા નજીક સુંદરપુરા પાટિયા જતા હતા. હાઇવે પર છાણી ગામ નજીક રિક્ષાનું ટાયર અચાનક ફાટતા રિક્ષા બેકાબૂ બનીને ડિવાઇડર સાથે અથડાતા મહેશભાઇ કનભાઇ તડવી (ઉં.વ.૩૨) ને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.