એમ.એસ યુનિવર્સિટી કેમ્પસમાં ફુલ સ્પીડે કાર ચલાવી સ્ટંટ કરનાર ડ્રાઇવર પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara M S University : એમ.એસ યુનિવર્સિટીના કેમ્પસમાં ફુલ સ્પીડે કાર ચલાવી સ્ટંટ કરનાર કાર ચાલકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે.
યુનિવર્સિટીની એક્સપરિમેન્ટલ સ્કૂલના રોડ ઉપર લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે કાર ચલાવી સ્ટંટ કરનાર એક યુવકનો વીડીયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ વીડિયોની તપાસ કરાવી હતી.

જે દરમિયાન સયાજીગંજના પીઆઇએ વીડિયોમાં દેખાતી કાર લઈ સયાજીગંજની ટ્રાફિક ઓફિસ પાસેથી પસાર થતા કારચાલકને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન કાર ચાલકનું નામ કરણ નરોત્તમ ભાભોર (સંજયનગર વસાહત,સમા) હોવાનું ખુલ્યું હતું. જ્યારે કાર માલિકનું નામ સચિન દહીંયા ભાઈ પરમાર હોવાનું ખુલ્યું હતું. કરણ થોડા સમય પહેલા સચિન પાસેથી કાર ભાડેથી લાવ્યો હતો અને યુનિવર્સિટીમાં ફેરવવા આવ્યો હતો.









