ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્વોલિફાઈડ કાઉન્સિલરોની નિમણૂક મુશ્કેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્કૂલોના વિદ્યાર્થીઓમાં વધી રહેલા આત્મ હત્યાના કિસ્સા, માનસિક તનાવ અને ડિપ્રેશન વચ્ચે સરકારા શિક્ષણ વિભાગે સ્કૂલો માટે મેન્ટલ હેલ્થ એન્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ફ્રેમવર્કની રચના કરી છે.જેનું પાલન કરવા માટે સ્કૂલોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.
આ પરિપત્રના ભાગરુપે ૧૦૦ કે તેથી વધારે અભ્યાસ કરતા હોય તેવી સ્કૂલોમાં ક્વોલિફાઈડ કાઉન્સિલર કે સાયકોલોજિસ્ટ અથવા બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્ય માટેની તાલીમ પામેલા સોશ્યલ વર્કરની નિમણૂક કરવાની રહેશે.પરિપત્રની આ જોગવાઈનો અમલ સ્કૂલો માટે અને ખાસ કરીને ગ્રાન્ટેડ સ્કૂલો માટે કરવો મુશ્કેલ બની શકે છે.વડોદરાના એક આચાર્યે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, અત્યારે તો સ્કૂલોમાં મોટાભાગે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ શિક્ષકો જ કરતા હોય છે પણ ક્વોલિફાઈડ કાઉન્સિલર રાખવા માટે સ્કૂલો પર નાણાકીય ભારણ આવશે અને ગ્રાન્ટેડ સ્કૂલોને અપાતી ગ્રાન્ટમાં તો તેના માટે નાણાકીય જોગવાઈ જ નથી.
તેમના કહેવા પ્રમાણે સરકાર કાઉન્સલરના મહેનાતાણા માટે ઉચ્ચક રકમ ફાળવે અને સેશન દીઠ મહેનતાણું આપવામાં આવે તે એક ઉપાય છે .નહીંતર ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલક મંડળે પોતાના ખિસ્સામાંથી પગાર કરવો પડશે.આમ કાઉન્સિલર રાખવાનો નિયમ તો સ્કૂલોમાં કાગળ પર રહે તેવી શક્યતા વધારે છે.
મેન્ટલ હેલ્થ ફ્રેમવર્કમાં કઈ કઈ બાબતોનો સમાવેશ
--સ્કૂલોએ વેલેનેસ ટીમની રચના કરવી પડશે.ટીમનું નેતૃત્વ આચાર્ય કરશે અને કો ઓર્ડનેટર તરીકે કાઉન્સિલર અથવા શિક્ષક રહેશે
--વેલનેસ ટીમ વિદ્યાર્થીઓના વર્તન, હાજરીનું મોનિટરિંગ કરશે.જરુર પડે તો વાલીનો સંપર્ક કરશે.
--દરેક વર્ગમાં એક વિદ્યાર્થીની મનોમિત્ર તરીકે નિમણૂક થશે.જે બીજા વિદ્યાર્થીઓને ભાવનાત્મક સહારો આપશે અને તેની મુશ્કેલીને શિક્ષકો સુધી પહોંચાડશે
--શાળામાં વિદ્યાર્થીના આત્મસન્માનને ઠેસ પહોંચે તેવી કોઈ હરકત શિક્ષકો કે સ્ટાફ નહીં કરી શકે.જેમ કે માર્કસ ઓછા આવ્યા હોય તો તે વિદ્યાર્થીને અલગ બેસાડવા જેવી સજા નહીં કરી શકાય
--અભ્યાસમાં નબળા વિદ્યાર્થીને જાહેરમાં કોમેન્ટ કરીને કોઈ શિક્ષક ઉતારી નહીં પાડી શકે




