પરિવાર ઘરમાં હોવા છતાં બેખોફ બનેલી ચોર ટોળકી 5.41 લાખની મતા લઈને ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરમાં તસ્કરોએ સવારના સમયે માત્ર એક કલાકના ગાળામાં મકાનનો નકુચો તોડી 5,41,000 રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળેલી વિગત મુજબ, હરીશ પેટ્રોલપંપની સામે આવેલા વિષ્ણુનગરના મકાન નં.09 માં રહેતા મંથન પિયુષભાઈ શાહ (ઉં.વ. 35) વડોદરાની એલએન્ડટી કંપનીમાં ટેકનિકલ લીડ તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની પૂજા જરોદ સ્થિત એલેમ્બિક કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે અને માતા-પિતા નિવૃત્ત જીવન ગુજારે છે. બે માળના આ મકાનમાં ઉપરના માળે મંથનભાઈ, તેમના પત્ની અને બે દીકરીઓ રહે છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર માતા-પિતા રહે છે.
ગત તા.18/11/2026ના રોજ સવારે આશરે 5:45 વાગ્યે પત્ની નોકરી પર જવા મુખ્ય દરવાજાને લોક મારીને નીકળ્યા હતા. ત્યારબાદ સવારે 6:45 વાગ્યાની આસપાસ મંથનભાઈ ઉઠીને નીચે આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં તપાસ કરતા લોખંડની તિજોરી અને કબાટ ખુલ્લા હતા તથા સામાન વેરવિખેર પડ્યો હતો.
તસ્કરો અંદાજે 50 ગ્રામ વજનના સોનાના બે સેટ (બુટ્ટી સાથે), 40 ગ્રામના બે પાટલા, 15 ગ્રામની માળા, બુટ્ટી તથા ચાંદીના ગ્લાસ, લોટી, કટોરો, પિચકારી અને લગડી સહિત કુલ 5,41,000 રૂપિયાની મત્તા ચોરી ગયા હતા.




