Baroda

1.30 લાખની સામે 7 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરનો ત્રાસ : દીકરીને ઉપાડી જવાની ધમકી આપી

By GS Team
26 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ પર લાકડાનો વેપાર કરતા રાજુભાઈ સોનીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અલ્લુ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અલ્લુ શાહે લાયસન્સ વગર રૂ. 1,30,000 વ્યાજે આપી દૈનિક રૂ. 2,600 વ્યાજ વસૂલ્યું હતું. રાજુભાઈએ અત્યાર સુધીમાં રૂ. 7,02,000 ચૂકવ્યા હોવા છતાં, અલ્લુ શાહે મૂળ રકમમાંથી એક પણ રૂપિયો ઓછો કર્યો નથી. હિસાબ માંગતા જાનથી મારી નાખવાની અને દીકરીનું અપહરણ કરવાની ધમકી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

1.30 લાખની સામે 7 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરનો ત્રાસ : દીકરીને ઉપાડી જવાની ધમકી આપી

Vadodara Crime : વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ગાજરાવાડી સુએઝ પંપ નજીક, વિશ્વકર્માનગર ખાતે રહેતા અને લાકડાનો વેપાર કરતા રાજુભાઈ રમેશભાઈ સોનીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,
છેલ્લા દશેક વર્ષથી કરીયાણાની દુકાન ચલાવતો હતો ત્યારથી અલ્લુ શાહ મારી સાથે પરિચયમાં હતો. ઓક્ટોબર 2025માં મારે નાણાંની જરૂરિયાત ઊભી થતાં મેં તેની પાસે મદદ માગી હતી. લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા અલ્લુ શાહે કોઈને ન કહેવાની શરતે મને ટુકડે-ટુકડે કુલ રૂ.1,30,000 વ્યાજે આપ્યા હતા. બદલામાં તેણે સિક્યોરિટી પેટે મારો કોટક બેંકનો સહી કરેલો કોરો ચેક પડાવી લીધો હતો.
ત્યારબાદ અલ્લુએ મારી પાસેથી દૈનિક રૂ.2,600નું ઊંચક વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. જો એકાદ-બે દિવસ પૈસા આપવામાં મોડું થાય, તો વધારાના રૂ.400થી 600 દંડ પેટે પડાવતો હતો. હું ગુગલ-પે દ્વારા નિયમિત પૈસા મોકલતો હતો. અત્યાર સુધીમાં મેં તેને આશરે રૂ.7,02,000 વ્યાજ પેટે ચુકવી દીધા હોવા છતાં, તેણે મૂળ રકમમાંથી એક રૂપિયો પણ ઓછો કર્યો ન હતો.
જ્યારે મેં હિસાબ માગ્યો, ત્યારે તેણે મારી અને મારા પરિવાર સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, તેણે મારી પત્નીને પણ ફોન કરીને અમારી દીકરીનું અપહરણ કરી લેવાની અને કોરો ચેક બાઉન્સ કરાવી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.