Baroda

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિ.ના વીસી તરીકે દિલ્હીના પ્રોફેસરની વરણી

By GS Team
13 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતને એક વર્ષથી વધુ સમય બાદ નવા વાઈસ ચાન્સેલર મળ્યા છે. કેન્દ્ર સરકારે દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પ્રોફેસર વિજિતા અગ્રવાલની નિમણૂક કરી છે. તેઓ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર બન્યા છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કરનાર પ્રો. અગ્રવાલે 10 નવેમ્બરે પદભાર સંભાળ્યો હતો અને આગામી 5 વર્ષ સુધી સેવા આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિ.ના વીસી તરીકે દિલ્હીના પ્રોફેસરની વરણી

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં એક વર્ષ કરતા વધારે સમયથી ખાલી વાઈસ ચાન્સેલરના પદ પર આખરે કેન્દ્ર સરકારે નિમણૂક કરી છે.નવા વાઈસ ચાન્સેલર તરીકે દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પ્રોફેસર અને ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર વિજિતા અગરવાલની સરકારે પસંદગી કરી છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના તેઓ પહેલા મહિલા વાઈસ ચાન્સેલર બન્યા છે.તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે અને ઈન્ટરનેશનલ બિઝનેસ વિષય ભણાવે છે.૧૦ નવેમ્બરે તેમણે વાઈસ ચાન્સેલર તરીકે પદભાર સંભાળી લીધો હતો.કેન્દ્ર સરકારે દિલ્હીના પ્રોફેસરની આ જગ્યા પર નિમણૂક કરીને વાઈસ ચાન્સેલરની રેસમાં સામેલ કેટલાક ગુજરાતી અધ્યાપકોની બાદબાકી કરી નાંખી છે.તેઓ આગામી પાંચ વર્ષ સુધી વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવશે.પ્રો.અગરવાલ દિલ્હી યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલમાં પણ સભ્ય છે.