પાર્કિંગની સમસ્યાથી ગ્રાહકો જૂના બજારોમાં જવાનું ટાળી રહ્યા છે
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના જૂના વિસ્તારોમાં આવેલા બજારો એક સમયે ખરીદી માટે નાગરિકોની પહેલી પસંદ ગણાતા હતા. ચાર દરવાજા, માંડવી, મંગળબજાર, નવાબજાર અને આસપાસના વિસ્તારોમાં ખરીદી માટે લોકો દૂર દૂરથી આવતા હતા. જોકે, બદલાતા સમય સાથે આ બજારોમાં પાર્કિંગની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે. સાંકડા રસ્તા, દુકાનોની બહાર વાહનોનું પાર્કિંગ, લારી-ગલ્લા, પથારાનાં દબાણો અને વાહનોની વધતી સંખ્યાના કારણે બજારમાં પહોંચવું જ મુશ્કેલ બન્યું છે. ખરીદી કરવા આવતા ગ્રાહકોને વાહન ક્યાં મૂકવું તેની ચિંતા સતાવે છે. પરિણામે પાર્કિંગની માથાકૂટથી કંટાળેલા કેટલાક ગ્રાહકો આવવાનું ટાળતા હોવાની વેપારીઓની ફરિયાદ છે.

ચાર દરવાજામાં કપડાં, ઘરવખરી, ઘરેણાં, ફૂટવેર, કરિયાણા અને હાર્ડવેર સહિતની અન્ય ચીજવસ્તુઓની અનેક દુકાનો આવેલી છે. એક જ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળી રહેતી હોવાથી ખરીદી માટે લોકોની અવરજવર રહેતી હતી. પરંતુ હવે બજારમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકને સૌથી પહેલાં વાહન પાર્ક કરવાની ચિંતા સતાવે છે. ખાસ કરીને કાર લઈને આવતા પરિવારો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બને છે. ટુ-વ્હીલર પાર્ક કરવા માટે પણ યોગ્ય જગ્યા ન મળતાં વાહન દૂર મૂકીને બજાર સુધી ચાલતા આવવું પડે છે.
બીજી તરફ, વાહનો રસ્તાની બંને બાજુ પાર્ક કરવામાં આવતા માર્ગ વધુ સાંકડો બની જાય છે. દુકાનોની બહાર માલસામાન મૂકવામાં આવતો હોય કે લારી-ગલ્લાનાં દબાણો હોય તો રાહદારીઓ અને વાહનચાલકો બંને માટે મુશ્કેલી વધેછે. ખરીદી કરવા આવેલા ગ્રાહકોને પણ એક દુકાનથી બીજી દુકાન સુધી પહોંચવામાં અગવડ પડે છે.
સામાન્ય દિવસોમાં પણ વાહન પાર્કિંગ માટે જગ્યા શોધવી મુશ્કેલ હોય છે ત્યારે તહેવારો દરમિયાન બજારમાં લોકોની ભીડ વધતાં ટ્રાફિકની સ્થિતિ કથળી જાય છે. વાહનોની લાંબી કતારો, રસ્તા પર આડેધડ પાર્કિંગ અને દબાણોને કારણે બજારમાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં ખરીદી માટે આવેલા નાગરિકો ઉતાવળમાં ખરીદી પૂરી કરીને પરત ફરવાનું પસંદ કરે છે.
પાર્કિંગના અભાવે ચાર દરવાજાના વેપારને અસર
મંગળ બજાર વેપારી મહાજન મંડળના પૂર્વ વિભાગ, પ્રમુખ જય ઠાકોરના જણાવ્યા મુજબ, ચાર દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક બજારો આવેલા છે, પરંતુ અહીં પૂરતી પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ છે. આ વિસ્તારમાં અંદાજે ૨૫૦૦થી ૩૦૦૦ વેપારીઓ વેપાર કરે છે. એક સામાન્ય દુકાનમાં પાંચથી સાત કર્મચારીઓનાં વાહનો આવે છે, જ્યારે મોટા શોરૃમમાં ૧૫થી ૨૦ કર્મચારીઓનાં વાહનો હોય છે. વેપારી અને કર્મચારીઓનાં વાહનો મૂકવાની જ જગ્યા ન હોય તો ગ્રાહકો માટે પાર્કિંગની વ્યવસ્થા ક્યાંથી થાય તે મોટો સવાલ છે. કોર્પોરેશન દ્વારા પ્રતાપ ટોકીઝ અને લહેરીપુરા ગેટ પાસે પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે, પરંતુ વાહનોની વધતી સંખ્યાની સરખામણીએ તે પૂરતી નથી. પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ઊભી થાય તો ગ્રાહકોની અવરજવર વધે અને બજારમાં ઘરાકી પણ સુધરી શકે તેમ છે.
બજારોના વેપારીઓની વ્યથા
વેપારીઓનું કહેવું છે કે જૂના બજારોની ઓળખ અને વેપાર જાળવી રાખવા માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવી જરૃરી છે. બજારની આસપાસ યોગ્ય પાર્કિંગ સ્થળ નક્કી કરવા, વાહનોના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગોે સુવ્યવસ્થિત કરવા તેમજ દબાણો દૂર કરવા માટે અસરકારક આયોજન જરૃરી છે. માત્ર ટ્રાફિકજામ થાય ત્યારે કાર્યવાહી કરવાને બદલે કાયમી ઉકેલ લાવવાની જરૃર છે. અન્યથા પાર્કિંગની સમસ્યાને કારણે જૂના બજારોની રોનક અને સ્થાનિક વેપાર બંને પર માઠી અસર થતી રહેશે.