Baroda
વડોદરા નજીક ઢોલાર ગામના રસ્તા પર વાહનની અડફેટમાં આવેલા મગરનું રેસ્ક્યુ
By GS Team
4 Nov 20261 min read
વડોદરાના ડભોઇ તાલુકાના ઢોલાર ગામ નજીક માર્ગ પરથી પસાર થતો 6 ફૂટનો મગર વાહનની અડફેટે ચડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મગરના માથાના ભાગે ઇજા થતાં સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત મગરને સારવાર અર્થે ખસેડ્યો હતો. શહેરમાં મગરોનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crocodile Rescue : વડોદરા શહેર જિલ્લામાં મગરો રહેણાંક વિસ્તારો તેમજ માર્ગો પર આરામથી ટહેલતા જોવા મળે છે અને તેને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે.
થોડા સમયે પહેલા વડોદરાના સમાસાવલી રોડ પર એક મગરનું વાહનની અડફેટમાં આવી જતા મોત નીપજવાનો બનાવ બન્યો હતો. આવી જ રીતે ડભોઇ તાલુકામાં પણ ગઈકાલે એક મગર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડભોઇના ઢોલાર ગામ પાસે માર્ગ પરથી પસાર થતો મગર કોઈ વાહનની અડફેટમાં આવી જતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બનાવને પગલે ગ્રામજનો અને વાહન ચાલકો મદદરૂપ થયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા મગરને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.