Baroda

ગોત્રીમાં યુવકની હત્યા કરનાર કઝીન જય અને પ્રદીપ ભુવાજી ઝડપાયાઃચપ્પુ કબજે

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
ગોત્રીમાં ચાની લારી પર કઝીન યુવરાજ ડોડીયાની હત્યાના કેસમાં ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જય ઉર્ફે ટીંકુ શાહુ અને તેના મિત્ર પ્રદીપ જાદવે નજીવી બાબતે યુવરાજ પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે હાલોલથી પ્રદીપને પકડ્યો હતો. આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખી હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું છે. પોલીસે લોહીવાળું ચપ્પુ પણ કબજે લીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રીમાં યુવકની હત્યા કરનાર કઝીન જય અને પ્રદીપ ભુવાજી ઝડપાયાઃચપ્પુ કબજે

ગોત્રીમાં ચાની લારી પર નજીવી બાબતે કઝીનની હત્યા કરવાના બનાવમાં ગોત્રી પોલીસ અને ડીસીપી ઝોન-૨ની ટીમે બંને આરોપીને રાત્રે ઝડપી પાડી ૧૦૦ મીટર દૂર ઝાડીમાંથી લોહીવાળું ચપ્પુ કબજે લીધું છે.
ગોત્રીમાં બંસલ મોલ પાસે ચાની લારી પર ગઇકાલે જાહેરમાં યુવરાજ ડોડીયા નામના યુવકની તેના જ સબંધી જય ઉર્ફે ટીંકુ બબલુ ભાઇ શાહુ(ઓમ આસ્થા ફ્લેટ્સ,વિક્રમ-૩ની બાજુમાં,જામ્બુવા) એ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.આ વખતે જયના ભુવાજી તરીકે ઓળખાતા મિત્ર પ્રદીપ જાદવ પણ મદદમાં આવ્યો હતો અને તેણે મરનારને પકડી રાખ્યો હતો.
ડીસીપી મંજીતા વણઝારાએ ગોત્રીના પીઆઇ એચબી ચાવડા અને એલસીબી સ્કવોડને કામે લગાવતાં ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને પોલીસે દબોચી લીધા હતા.જેમાં પ્રદીપ ઉર્ફે કાળીયો ઉર્ફે ભુવાજી ભાઇલાલ ભાઇ જાદવ(કૃષ્ણ સર્વોદય સોસાયટી,ગોત્રી)ને ગોત્રી પોલીસે હાલોલથી ઝડપી પાડયો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન જય શાહુએ કબૂલ્યું હતું કે યુવરાજ સાથે અગાઉ પણ ઝઘડો થયો હોવાથી તેની અદાવત રાખીને પતાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો.આ માટે ચપ્પુ લઇને બાઇક પર પ્રદીપને ત્યાં ગયો હતો અને કહ્યું હતુંકે મારી સાથે ચાલ,આજે એકને પતાવી દેવાનો છે.ત્યારબાદ બંનેએ ચાની લારી પર આવી ખેલ પારપાડયો હતો. પોલીસે બંનેને તા.છઠ્ઠી સુધીનારિમાન્ડ પર લીધા છે.