Baroda

સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે શૌચાલયના ચાર્જને લઈ વિવાદ

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
એસટી નિગમે બસ સ્ટેશનો પર શૌચાલયની સુવિધા નિઃશુલ્ક કરવાનો નિર્ણય લીધો છે. જોકે, સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે લઘુશંકા માટે 5 થી 10 રૂપિયા વસૂલાતા મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી. મહિલાઓ પાસેથી પણ પુરુષ દ્વારા નાણાં ઉઘરાવાતા વિવાદ સર્જાયો હતો. સામાજિક કાર્યકરે આને ભ્રષ્ટાચાર ગણાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે શૌચાલયના ચાર્જને લઈ વિવાદ

એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બસ સ્ટેશનો ખાતે શૌચાલયના વપરાશ માટેની પે એન્ડ યુઝ નીતિમાં સુધારો કરી પીપીપી ધોરણે કાર્યરત બસ સ્ટેશન સિવાયના તમામ બસ સ્ટેશનોમાં શૌચાલયની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવાનો નિર્ણય લેવાયો છે.

દરમિયાન આજે રેલવે સ્ટેશન પાસે પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) ધોરણે કાર્યરત સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે લઘુશંકા માટે નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપ સાથે મુસાફરોએ નારાજગી વ્યક્ત કરતા વિવાદ સર્જાયો હતો.શૌચાલયના વપરાશના ચાર્જને લઈને મુસાફરો અને સંચાલક વચ્ચે રકઝક થઈ હતી. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે લઘુશંકા માટે પાંચથી દસ રૃપિયા વસૂલવામાં આવે છે. એટલું જ નહીં, મહિલાઓ પાસેથી પણ પુરુષ દ્વારા નાણાં ઉઘરાવવામાં આવતા હોવાથી મહિલાઓને અશોભનીય સ્થિતિનો સામનો કરવો પડે છે.

આ મુદ્દે સામાજિક કાર્યકરનું કહેવું છે કે અહીં આવતા મુસાફરો એસટી વિભાગના જ હોય છે. જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મુસાફરોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી એસટી વિભાગની છે. પીપીપી ધોરણે બસ સ્ટેશન કાર્યરત હોવાના બહાને એસટી વિભાગ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જો પીપીપીના નામે શૌચાલયમાં નાણાંની વસૂલાત ચાલુ રહેવાની હોય તો એસટી નિગમનો મફત શૌચાલયનો પરિપત્ર માત્ર લોલીપોપ સમાન બની રહેશે.

એમણે વધુમાં ઉમેર્યું કે અગાઉ પણ મુસાફરોએ આ બાબતે વાંધો ઉઠાવી તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ ભ્રષ્ટાચારનો જ એક ભાગ છે, અહીંના મેનેજરને સસ્પેન્ડ કરી જવાબદાર સામે કાયદાકીય પગલા ભરી શૌચાલયની સુવિધા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે એવી માગ કરાઈ છે.