Baroda

જાંબુવાની લેન્ડફિલ સાઈટના બદલે તલસટમાં કચરો ઠલવાતા વિવાદ

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
વુડા હદના તલસટ-ચાપડ ગામની સીમમાં હરિ ઓમ એજન્સી દ્વારા છેલ્લા 5 મહિનાથી કચરો ઠાલવવાનો વિવાદ સર્જાયો છે. સામાજિક કાર્યકરે જાંબુવા લેન્ડફિલ સાઇટને બદલે અહીં કચરો નાખવાનો આક્ષેપ કર્યો છે, જેનાથી પર્યાવરણને નુકસાન થવાની ભીતિ છે. વિવાદ થતાં કચરામાં આગ લાગી, સરપંચે 1 મહિનાની મંજૂરીની વાત કરી. કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી અને ઘરે કચરો ઠાલવવાની ચીમકી અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાંબુવાની લેન્ડફિલ સાઈટના બદલે તલસટમાં કચરો ઠલવાતા વિવાદ

વુડાની હદમાં આવેલા તલસટ-ચાપડ ગામની સીમમાં કચરો ઠાલવવાના મુદ્દે વિવાદ થયો છે.

મ્યુનિ. કાર્પોેરેશનમાં કચરાના નિકાલનો કોન્ટ્રાક્ટ ધરાવતી હરિ ઓમ એજન્સી દ્વારા જાંબુવા લેન્ડફિલ સાઇટ પર કચરો ઠાલવવાને બદલે ગામની સીમમાં કચરો ઠાલવવામાં આવતો હોવાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે. આ પ્રવૃત્તિને કારણે પર્યાવરણને નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ છે.

સામાજિક કાર્યકરનું કહેવું છે કે તલસટ-ચાપડની સીમમાં છેલ્લા પાંચ મહિનાથી કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આ મામલે વિવાદ થતાં કચરામાં કોઈએ આગ લગાવી દીધી છે. આ અંગે ગામના સરપંચને જાણ કરાતા સરપંચે એક મહિના માટે જ સ્થળનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

વધુમાં કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ જો કચરો ઠાલવવાની પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો કોન્ટ્રાક્ટરના ઘરે કચરો ઠાલવવાની ચીમકી આપી છે.