વડોદરામાં સિઝનનો કોલ્ડેસ્ટ ડે, તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં નવેમ્બર માસના અંતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે ગુલાબી ઠંડી વહેલી સવારે લોકો અનુભવી રહ્યા છે. આજે લઘુતમ તાપમાનનો પારો સિઝનનો સૌથી ઓછો ૧૩.૪ ડિગ્રી નોંધાયો છે.
છેલ્લા બે દિવસથી શિયાળાની ઋતુ શરૃ થઇ હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ગઇકાલે તાપમાન સિઝનનું સૌથી નીચું ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે વધુ ૦.૬ ડિગ્રી તાપમાન ગગડીને ઠંડીનો પારો વધુ નીચે ઉતર્યો હતો. ગુલાબી ઠંડીના કારણે સવારે ગરમ વસ્ત્રો પહેરવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તર દિશાના ઠંડા પવનોના કારણે પણ ઠંડીનું જોર વધ્યું હોય તેમ લાગી રહ્યું છે.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં મહતમ તાપમાન ૧.૮ ડિગ્રી વધીને ૩૨.૨ ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી ઘટીને ૧૩.૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૪ અને સાંજે ૪૧ ટકા નોંધાયું છે. ઉત્તર દિશાના પવનોની ગતિ ૪ કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ હજી પણ બે દિવસ ઠંડીનો પારો ગગડેલો રહેશે બાદમાં તાપમાન થોડું વધી શકે છે.




