Baroda

કોંગ્રસ કાર્યાલયે ભાજપ- કોંગ્રેસ મહિલા મોરચાનો સામસામે વિરોધ

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
ભાજપ મહિલા મોરચાએ JNUમાં વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી મુદ્દે કોંગ્રેસ સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ સામે કોંગ્રેસ નેતાઓની ચુપકીદી વિરુદ્ધ લકડીપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સાંસદને પક્ષમાંથી બરતરફ કરવાની માંગ કરી. કોંગ્રેસે તેને વોટ ચોરીથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો. બંને પક્ષોના મહિલા કાર્યકરો સામસામે આવતા વાતાવરણ તંગ બન્યું, પોલીસે પરિસ્થિતિ સંભાળી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રસ કાર્યાલયે ભાજપ- કોંગ્રેસ મહિલા મોરચાનો સામસામે વિરોધ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના મામલે કોંગ્રેસના સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ સામેના મુદ્દે કોંગ્રેસી નેતાઓની ચુપકીદીના વિરોધમાં આજે બપોરે ભાજપ મહિલા મોરચા દ્વારા લકડીપુલ ખાતેના કોંગ્રેસ કાર્યાલય સામે  વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ભાજપ મહિલા મોરચાના કાર્યકરોએ કહ્યું કે કોંગ્રેસ મહિલા સન્માનની વાતો કરે છે, પરંતુ પોતાના સાંસદ સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આક્ષેપો થયા હોવા છતાં કોંગ્રેસી નેતાઓ મૌન સેવી રહ્યા છે. મહિલાઓના હિતોની વાત કરતા નેતાઓ આ મુદ્દે ખુલ્લેઆમ પોતાનું વલણ સ્પષ્ટ કરે તેમજ સાંસદને પક્ષમાંથી બરતરફ કરવાની માગ કરાઈ છે.

બીજી તરફ, કોંગ્રેસના મહિલા કાર્યકરોએ કહ્યું કે વોટ ચોરીના મુદ્દે જનતાનું ધ્યાન અન્યત્ર ભટકાવવા માટે કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ કરાયો છે. મણિપુરમાં મહિલાઓ પર થતા અત્યાચાર અને જેન ઝી દીકરીઓના અપમાન મુદ્દે ભાજપ મૌન છે.

કોંગ્રેસ કાર્યાલય સામે બંને પક્ષોના મહિલા કાર્યકરો અને આગેવાનો સામસામે આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. સ્થળ પર મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકરો એકત્ર થતાં પોલીસ દોડી આવી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી.