યાત્રાધામોમાં જવા બૂકિંગ કરાવતાં એલર્ટ રહેજો..વડોદરાના સિનિયર સિટિઝને ઉજ્જૈનમાં બૂકિંગના નામે 70,700 ગૂમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા ના સિનિયર સિટિઝનને ઉજ્જૈનના મહાકાલ ના દર્શન માટે ઓનલાઈન બુકિંંગ તેમજ હોટલ બુકિંગ કરાવવાના નામે ઠગોએ રૃ ૭૦ હજાર ઉપરાંતની રકમ પડાવી લેતા તેમણે પોલીસને જાણ કરી છે.
અકોટા રોડ પર આરસી પટેલ એસ્ટેટ નજીક રહેતા જયપ્રકાશ પાંડેએ પોલીસને કહ્યું છે કે ગઈ તા.૧૪ ઓક્ટોબરે મંેં ઉજ્જૈનના મહાકાલ ના દર્શને જવા માટે ચેટ જીપીટીમાંથી બૂકિંગની વિગતો મેળવતાં મને શ્રી મહાકાલ ભવન ના નામે એક લિન્ક મળી હતી.આ લિન્ક ઉપરથી મેં વિગતો મેળવતાં મારી પાસે રૃમની વિગતો લેવામાં આવી હતી.
ફરિયાદીએ કહ્યું છે કે મેં ત્રણ રૃમ બૂક કરાવવા માટે ક્યુ આર કોડ ઉપર રૃ. ૧૩,૮૬૦ ચૂકવતાં મને ૧૩૦૦૦ અલગ અને ૮૬૦ અલગ રીતે મોકલવા કહ્યું હતું અને અગાઉ ચૂકવેલી રકમ પરત કરાશે…તેની ખાતરી આપવામાં આવી હતી.આવી જ રીતે મંદિરમાં દર્શન માટે બૂકિંગના નામે મારી પાસે છ વ્યક્તિના રૃ.૧૫૦૦ લેવામાં આવ્યા હતા.ઉપરોક્ત તમામ પેમેન્ટની રસીદ આપવામાં આવી હતી.
બૂકિંગની રસીદમાં પેન્ડિંગ આવતુ ં હોવાથી મારી પાસે રૃ.૪૧૫૫૦ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા,જે રકમ પરત કરવાનું કહેવાયું હતું.આમ મારી પાસે કુલ રૃ ૭૦,૭૭૦ પડાવી લીધા પછી પણ વધુ રકમની માગણી થતાં મને શંકા પડી હતી અને સાયબર સેલને જાણ કરી હતી.




