Baroda

મહિલા ક્રિકેટમાં બરોડાની ટીમને બેવડો ફટકો પડયો

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
મહિલા ક્રિકેટમાં બરોડાની ટીમોને બે મેચમાં હાર મળી છે. રોહતકમાં અંડર-23 ટી-20 ટ્રોફીમાં પંજાબે બરોડાને 6 વિકેટે હરાવ્યું. બરોડા 94 રન કરી શક્યું હતું. અમદાવાદમાં સિનિયર ટી-20 ટ્રોફીમાં કર્ણાટકે બરોડાને 5 વિકેટે પરાજય આપ્યો. બરોડા 137 રન જ બનાવી શક્યું. કર્ણાટકની વૃંદા દિનેશે 49 રનની વિસ્ફોટક ઇનિંગ રમી.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા ક્રિકેટમાં બરોડાની ટીમને બેવડો ફટકો પડયો

મહિલા ક્રિકેટની બે અલગ-અલગ મેચમાં બરોડાની ટીમોને પરાજયનો સામનો કરવો પડયો છે. રોહતકના લાહલી ખાતે રમાયેલી વિમેન્સ અંડર-૨૩ ટી-૨૦ ટ્રોફી (એલિટ)માં પંજાબે બરોડાને ૬ વિકેટે હરાવ્યું છે, જ્યારે ૧૪ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી સિનિયર વિમેન્સ ટી-૨૦ ટ્રોફી (એલિટ)માં કર્ણાટકે બરોડાને ૫ વિકેટે પરાજય આપ્યો છે.

અંડર-૨૩ ટી-૨૦ ટ્રોફીમાં પંજાબે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બરોડાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૯૪ રન બનાવી શકી હતી. બરોડા તરફથી નાયશા તિવારી અને મેશ્વી પોકરે ૨૧-૨૧ રન બનાવ્યા હતા. પંજાબની પરીણીતા સરોહા અને મન્નત કશ્યપે બે-બે વિકેટ ઝડપી હતી. ૯૫ રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે ૧૭.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. પંજાબ તરફથી હરસિમરનજીતે ૪૫ બોલમાં ૫૯ રનની નિર્ણાયક ઇનિંગ રમી હતી.

બીજી તરફ, સિનિયર વિમેન્સ ટી-૨૦ ટ્રોફી (એલિટ)ના ગુ્રપ-એમાં પણ બરોડાની ટીમને હારનો સામનો કરવો પડયો હતો. ૧૪ નવેમ્બરે અમદાવાદમાં રમાયેલી મેચમાં કર્ણાટકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. બરોડાની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૩૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બરોડા તરફથી આતોસી બેનર્જીએ ૪૮ અને અરુણધાતી રેડ્ડીએ ૩૦ રન બનાવ્યા હતા.

જવાબમાં કર્ણાટકની ટીમે માત્ર ૧૩.૩ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૪૦ રન બનાવી મેચ જીતી લીધી હતી. કર્ણાટકની વ્રિન્દા દિનેશે માત્ર ૧૬ બોલમાં ૪ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથે ૪૯ રનની તોફાની ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ છે. કર્ણાટકની શ્રેયંકા પાટીલે ૧૯ રન આપીને ૩ વિકેટ અને અનન્યા હેગડેએ ૨૬ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. બરોડાની રિધ્ધિસિંહે પણ ૨૬ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.