બરોડા ડેરીની નવાવર્ષની ભેટઃઅમૂલ દૂધમાં લીટરે રુ.4નો તોતીંગ ભાવવધારો,દૂધ ઉત્પાદકોને કિલોફેટે રુ.30નો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવા વર્ષ નિમિત્તે બરોડા ડેરીએ આજથી એટલેકે તા.૧૩મીથી અમૂલ દૂધમાં લીટરે સીધો રૃ.ચારનો તોતીંંગ ભાવ વધારો ઝીંકીને લોકોને મોટો આંચકો આપ્યો છે.
નવા વર્ષની શરૃઆત સાથે જ અમૂલે મોટાભાગના દૂધમાં લીટર દીઠ રૃ.ચારના વધારાની જાહેરાત કરતાં અમૂલ ગોલ્ડના ૫૦૦ મિલીના પાઉચના નવા ભાવ રૃ.૩૫ને બદલે રૃ.૩૭ થયા છે.જ્યારે,શક્તિ દૂધના ૫૦૦ મિલી પાઉચનો ભાવ રૃ.૩૨થી વધીને રૃ.૩૪ થયો છે.
જો કે અમૂલ તાઝાના ૧૪૦ મિલીના ભાવમાં કોઇ વધારો કરાયો નથી.જ્યારે તાઝાના રૃ.૫૦૦મિલીના પાઉચમાં રૃ.૧નો વધારો કરવામાં આવતાં નવા પાઉચનો ભાવ રૃ.૩૦ થયો છે.અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ દૂધના પ૦૦ મિલી પાઉચમાં પણ રૃ.૧નો વધારો થતાં નવો ભાવ રૃ.૨૭ થયો છે.જ્યારે અમૂલ ગાયના ૫૦૦મિલી પાઉચના ભાવમાં રૃ.૨નો વધારો થતાં નવો ભાવ રૃ.૩૨ થયો છે.
બરોડા ડેરીના સૂત્રોએ કહ્યું છે કે, ઘાસચારા અને પશુઆહારની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો તેમજ મજૂરી ખર્ચમાં થયેલા વધારાને કારણે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ભાવવધારો કરવામાં આવ્યો છે.જેને લઇને દૂધ ઉત્પાદકોને કિલોફેટે રૃ.૩૦નો ભાવ વધારો આપવામાં આવ્યો છે.
દૂધનો પ્રકાર જૂનોભાવ નવો ભાવ
ૅઅમૂલ ગોલ્ડ૫૦૦મિલી ૩૫ ૩૭
અમૂલ શકિત૫૦૦મિલી ૩૨ ૩૪
અમૂલ ગાયનું દૂધ૫૦૦મિલી ૩૦ ૩૨
અમૂલ ગાયનું દૂધ૨૦૦મિલી ૧૨ ૧૩
અમૂલ તાઝા ૧૪૦મિલી ૧૦ ૧૦
અમૂલ તાઝા ૫૦૦મિલી ૨૯ ૩૦
અમૂલ સ્લિમ-ટ્રીમ૫૦૦મિલી ૨૬ ૨૭




