બાપોદ પી.આઇ. અને પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અઢી મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખોડિયાર નગર વિસ્તારમાંથી પકડેલા ૮૪.૦૧ લાખના વિદેશી દારૃના પ્રકરણમાં બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. અને પી.એસ.આઇ. સામે કડક કાર્યવાહીના ભાગરૃપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડુપ્લિકેટ દારૃના કારણે ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના પગલે સમગ્ર રાજ્યની પોલીસ દોડતી થઇ ગઇ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ, આણંદ રૃરલ પછી વડોદરામાં ખોડિયારનગર સફેદ વુડાના મકાનની પાછળ આવેલા નિલકંઠ વીલા ફ્લેટના પાર્કિંગમાં ચાલતા દારૃના કટિંગ સમયે જ રેડ પાડી હતી. પોલીસે ૮૪.૦૧ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસને જોઇને દારૃ લેવા આવેલા આરોપીઓ વાહનો છોડીને ભાગી ગયા હતા. આ દારૃ લિસ્ટેડ બૂટલેગર નિલુ સિન્ધીનો હોવાનું જાણવા મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ રેડ પછી બાપોદ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ. ડી.ડી.લાડુમોર તથા ચોકી પી.એસ.આઇ. આર.એન. પ્રસાદ સામે ઇન્કવાયરી શરૃ થઇ હતી. તપાસ પૂરી થયા પછી ફરજમાં તેઓની બેદરકારી બહાર આવતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ બાપોદ પોલીસ સ્ટેશનનો ચાર્જ કુંભારવાડા પી.આઇ. ને સોંપવામાં આવ્યો છે.




