Baroda
દોઢ મહિના પહેલાં 50 ગ્રામ ગાંજા સાથે પકડાયેલો માંજલપુરનાે વૃધ્ધ 1 કિલો ગાંજા સાથે ફરી પકડાયો
By GS Team
7 Aug 20261 min read
માંજલપુરમાં હરિ મોહનભાઈ કહાર દોઢ મહિના પહેલાં ગાંજા સાથે ઝડપાયા બાદ ફરીથી પકડાયો છે. એસઓજીએ પારસી ભીસ્તા વિસ્તારમાં તેના ઝૂંપડાં પર દરોડો પાડી 60,000 રૂપિયાનો 1 કિલો 200 ગ્રામ ગાંજો જપ્ત કર્યો. પોલીસે તેની ધરપકડ કરી સપ્લાયરની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ તેની સામે NDPSના બે કેસ નોંધાયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર વિસ્તારમાં દોઢ મહિના પહેલાં ગાંજા સાથે પકડાયેલો વૃધ્ધ ફરીથી ગાંજા સાથે ઝડપાયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,માંજલ પુરમાં પારસી ભીસ્તા વિસ્તારમાં રહેતા હરિ મોહનભાઇ કહાર તેના ઝૂંપડાંમાં ગાંજો રાખીને છૂટક વેચાણકરતો હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ બીડી જીતિયાએ ટીમ મોકલી દરોડો પડાવ્યો હતો.
આ દરમિયાન ઝૂંપડાંમાંથી રૃ.૬૦ હજારની કિંમતનો ૧કિલો ૨૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે તેની ધરપકડ કરી સપ્લાયરની તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે,દોઢ મહિના પહેલાં પણ હરિ ૫૦ ગ્રામ ગાંજા સાથે પકડાયો હતો. જ્યારે,તે પહેલાં પણ તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના બે કેસ થયા હતા.