મેનેજમેન્ટ ફેકલ્ટીમાં તમામ ક્લાસરુમ હવે સ્માર્ટ ક્લાસરુમમાં ફેરવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટી યુનિવર્સિટીની પહેલી એવી ફેકલ્ટી બની છે જેના તમામ ક્લાસરુમને હવે સ્માર્ટ ક્લાસરુમમાં ફેરવવામાં આવ્યા છે.જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના માહોલમાં ઘણો બદલાવ આવ્યો છે.
ફેકલ્ટી ડીન પ્રોફેસર સુનિતા શર્માએ કહ્યું હતું કે, મેનેજમેન્ટ ફેકલ્ટીમાં આઠ ક્લાસરુમ છે અને તબક્કાવાર તમામ આઠ ક્લાસરુમ હવે સ્માર્ટ ક્લાસમાં ફેરવાયા છે.આજે ફેકલ્ટીના છેલ્લા સ્માર્ટ ક્લાસરુમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
દરેક ક્લાસરુમ એસી, સ્માર્ટ બોર્ડ અને નવી જ બેન્ચીસ સહિતની સુવિધાઓથી સજ્જ છે.સ્માર્ટ બોર્ડના કારણે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કોર્સમાં અભ્યાસ કરવો આસાન બન્યો છે.જેના કારણે દરેક વિદ્યાર્થી માટે યુજીસીના સ્વયમ અને એનપીટીઈએલ પર બે વધારાના કોર્સ માટે રજિસ્ટ્રેશન કરાવવું શક્ય બન્યું છે.સ્માર્ટ ક્લાસ માટે ફેકલ્ટીમાં જ અભ્યાસ કરનારા નવ પૂર્વ વિદ્યાર્થીઓ આગળ આવ્યા હતા.સ્માર્ટ કલાસની સાથે સાથે ફેકલ્ટીમાં રેસ્ટરુમ બનાવવામાં આવ્યા છે અને સોલાર પેનલથી ફેકલ્ટીને સજજ કરાઈ છે.જેના કારણે ફેકલ્ટીનું લાઈટ બિલ પણ ઝીરો થઈ ગયું છે.પૂર્વ વિદ્યાર્થીઓએ બધુ મળીને એક કરોડથી વધારે રકમની ફેકલ્ટીને સહાયતા કરી છે.




