Baroda

પ્રોવિઝન સ્ટોરની બહાર મૂકેલો સામાન સળગાવી આરોપી ફરાર

By GS Team
14 Nov 20261 min read
TukuTouch Logo
સયાજી ટાઉનશિપ રોડ પરના પ્રોવિઝન સ્ટોર બહારના સામાનને જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેવાના કેસમાં બાપોદ પોલીસે 2 અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ગત 13મી તારીખે બપોરે સ્ટોર બંધ કરી માલિક તરુણભાઈ સોલંકી કમાટીબાગ ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ દુકાન બહારના કેરેટ, મમરાનો કટ્ટો અને ખુરશીઓ સળગાવી દીધી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ તેજ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રોવિઝન સ્ટોરની બહાર મૂકેલો સામાન સળગાવી આરોપી ફરાર

સયાજી ટાઉનશિપ રોડ પર આવેલા પ્રોવિઝન સ્ટોરની બહાર મૂકેલા સામાન પર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દઇ ફરાર થઇ જનાર બે આરોપીઓની બાપોદ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
સયાજી ટાઉનશિપ રોડ ઇશાંતી હાઇટ્સમાં રહેતા તરૃણભાઇ અશોકભાઇ સોલંકી પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૩ મી તારીખે બપોરે બે વાગ્યે હું મારી દુકાન બંધ કરીને કમાટીબાગ ફરવા ગયો હતો.તે દરમિયાન મારી દુકાનમાં આગ લાગી હોવાની જાણ થતા હું તરત દુકાન પર આવ્યો હતો. ત્યાં સુધી સોસાયટીના તેમજ આજુબાજુના લોકોએ પાણી છાંટી આગ બુઝાવી દીધી હતી. આગમાં મારી દુકાનની બહાર મૂકેલા દૂધના ખાલી કેરેટ, મમરાનો એક કટ્ટો તથા પ્લાસ્ટિકની બે ખુરશીઓ સળગી ગઇ હતી. તેમજ દુકાનમાં લગાવેલા લાઇટના વાયર તેમજ બોર્ડ પણ સળગી ગયા હતા. નજીકમાં દુકાન ચલાવતા એક મહિલાએ કહ્યંું હતું કે, બે અજાણ્યા લોકો જ્વલનશીલ પદાર્થ લઇને ટુ વ્હીલર પર આવ્યા હતા. તમારી દુકાનની બહાર મૂકેલા સામાન પર જ્વલનશીલ પદાર્થ છાંટી દઇ આગ લગાડી ટુ વ્હીલર લઇને ભાગી ગયા હતા.